'વર્લ્ડ કપ જીતવો હોય તો ગંભીર-અગરકરે પદથી હટવું પડશે...', વાયરલ પોસ્ટ પર ભડક્યાં સિદ્ધુ, કહ્યું- 'હું આવું નથી બોલ્યો'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Navjot Singh Sidhu: ભારતની પૂર્વ ઓપનર નવજોત સિંહ સિદ્ધુ ભડક્યા છે. હકીકતમાં તેમના નામથી બનેલી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તેમણે કહ્યું છે કે, જો ભારતે 2027નો ODI વર્લ્ડ કપ જીતવો હોય તો ગૌતમ ગંભીર અને અજિત અગરકરને તેમની પોસ્ટ પરથી હટાવવા પડશે. જ્યારે આ પોસ્ટ નવજોત સિંહે વાંચી તો ગુસ્સે થઈ ગયા અને સોશિયલ મીડિયા પર તેના પર પ્રતિક્રિયા આપી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી સિદ્ધુએ સ્પષ્ટતા કરી કે, 'મેં આવા નિવેદનો આપ્યા નથી. આ ખોટા સમાચાર છે, જે મારા નામે ફેલાવવામાં આવ્યા છે. મેં ક્યારેય આવું કહ્યું નથી. ખોટા સમાચાર ફેલાવશો નહીં, મેં ક્યારેય આની કલ્પના પણ નથી કરી. તમને શરમ આવવી જોઈએ.'
આ પણ વાંચો : 110 ટકા તું સફળ થઈશ જ..., રોહિત શર્મા 22 વર્ષના ખેલાડીને ગણાવ્યો ઓલ ફોરમેટ સુપરસ્ટાર
'એ પછી સિદ્ધુને લઈને એવા સમાચારો સામે આવ્યા'
ઉલ્લેખનીય છે કે, ભારત ઓસ્ટ્રેલિયા સામે પહેલી ODI હારી ગયું હતું, જે પછી સિદ્ધુને લઈને એવા સમાચારો સામે આવ્યા હતા. પૂર્વ ક્રિકેટરે હવે આ અહેવાલો પાછળનું સત્યતા સામે લાવી દીધી છે. પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકર અને ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં વર્તમાન ભારતીય ક્રિકેટ ટીમ ફેરફારમાંથી પસાર થઈ રહી છે. શુભમન ગિલને ODI અને ટેસ્ટ બંને મેચમાં કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય પર પણ સવાલો થયા છે, કારણ કે 2027નો ODI વર્લ્ડ કપને હજુ બે વર્ષની વાર છે.
આ પણ વાંચો : રિષભ પંત બન્યો ભારતીય A ટીમનો કેપ્ટન, સાઈ સુદર્શનને પણ સોંપાઈ મોટી જવાબદારી
'હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી'
BCCIના મુખ્ય પસંદગીકારે જવાબ આપ્યો કે, હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અગરકરે કહ્યું કે, ' હાલમાં તેઓ ઓસ્ટ્રેલિયામાં ટીમનો ભાગ છે.એ અદ્ભુત ખેલાડીઓ છે, પરંતુ આ વ્યક્તિગત પ્રદર્શન પર ભાર મૂકવાનું પ્લેટફોર્મ નથી. બે વર્ષ પછી સ્થિતિનું અનુમાન લગાવવું મુશ્કેલ છે. કોણ જાણે છે, યુવા ખેલાડીઓ ઉભરી શકે છે, અને તે સ્થાનો લઈ શકે છે. બંને શ્રેષ્ઠ ખેલાડીઓ છે, અને તેમનું મૂલ્યાંકન મેચ-દર-મેચ ધોરણે કરવામાં આવશે નહીં. એકવાર તેઓ રમવાનું શરૂ કરશે, પછી અમે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીશું. આ માત્ર રન બનાવવા વિશે જ નહીં, પરંતુ ટ્રોફી જીતવા માટે છે. એવું નથી કે, જો તેઓ ઓસ્ટ્રેલિયા સીરિઝમાં ત્રણ સદી ફટકારે છે, તો તેઓ 2027 વર્લ્ડ કપ રમશે. અમારે સમગ્ર સ્થિતિ પર ધ્યાન રાખવું પડશે.'









