રિષભ પંત બન્યો ભારતીય A ટીમનો કેપ્ટન, સાઈ સુદર્શનને પણ સોંપાઈ મોટી જવાબદારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rishabh Pant India A Captain: ભારતીય વિકેટકીપર-બેટર રિષભ પંત આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઈજામાંથી પરત ફર્યા બાદ દક્ષિણ આફ્રિકા A ટીમ સામે બે ચાર-દિવસીય મેચની સિરીઝમાં ભારતીય A ટીમનું નેતૃત્વ કરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા આ સિરીઝ માટે બે અલગ-અલગ ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પંતને બંને મેચ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે સાઈ સુદર્શનને વાઈસ-કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.
રિષભ પંતને ઈંગ્લેન્ડ પ્રવાસ પર માન્ચેસ્ટર ટેસ્ટ દરમિયાન જમણા પગના અંગૂઠામાં ઈજા પહોંચી હતી, જેના કારણે તે લાંબા સમયથી ક્રિકેટથી દૂર હતા અને વિકેટકીપિંગ કરવા માટે પણ અસમર્થ હતા.
ભારતીય એ ટીમની જાહેરાત
પહેલી ચાર દિવસીય મેચ (30મી ઑક્ટોબરથી) માટે ભારતીય A ટીમ: રિષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), આયુષ મ્હાત્રે, એન જગદીસન (વિકેટકીપર), સાઈ સુદર્શન (વાઈસ-કેપ્ટન), દેવદત્ત પડિકલ, રજત પાટીદાર, હર્ષ દુબે, તનુષ કોટિયન, માનવ સુથાર, અંશુલ કમ્બોજ, યશ ઠાકુર, આયુષ બદોની અને સારંશ જૈન.
બીજી ચાર દિવસીય મેચ (છઠ્ઠી નવેમ્બરથી) માટે ભારતીય A ટીમ: રિષભ પંત (કેપ્ટન/વિકેટકીપર), કે.એલ. રાહુલ, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), સાઈ સુદર્શન (વાઈસ-કેપ્ટન), દેવદત્ત પડિકલ, ઋતુરાજ ગાયકવાડ, હર્ષ દુબે, તનુષ કોટિયન, માનવ સુથાર, અલીલ અહેમદ, ગુરનૂર બરાડ, અભિમન્યુ ઈશ્વરન, પ્રસિધ ક્રિષ્ના, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ.
બંને મેચ બેંગલુરુમાં COE ગ્રાઉન્ડ પર રમાશે
ભારતીય 'A' અને દક્ષિણ આફ્રિકા 'A' ટીમ વચ્ચેની આ સિરીઝની પ્રથમ મેચ ૩૦મી ઑક્ટોબરથી અને બીજી મેચ ૬ઠ્ઠી નવેમ્બરથી શરૂ થશે. બંને મેચો બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) ગ્રાઉન્ડ પર રમાશે.
દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ સિરીઝને ધ્યાનમાં રાખીને આ મેચો ખૂબ જ મહત્વપૂર્ણ છે. દક્ષિણ આફ્રિકાની સિનિયર ટીમ ૧૪મી નવેમ્બરથી ભારત સામે બે મેચની ટેસ્ટ સિરીઝ રમશે, જે પહેલાં આ A મેચ ખેલાડીઓને તૈયારી માટે સારો મોકો આપશે. આ પ્રવાસમાં ત્રણ ODI અને પાંચ T20I પણ રમાશે.









