Get The App

ભાર બની ગયો છે ટીમ માટે, પંતને બહાર કાઢો : પૂર્વ ક્રિકેટર ગુસ્સે ભરાયો

ક્રિકેટ પીચ પર રિષભ પંતની હાલની રમત જોઈ પૂર્વ ક્રિકટરોએ ભડાસ કાઢી

Updated: Nov 24th, 2022

GS TEAM

Google News
Google News
ભાર બની ગયો છે ટીમ માટે, પંતને બહાર કાઢો : પૂર્વ ક્રિકેટર ગુસ્સે ભરાયો 1 - image

ભારતીય ટીમમાં વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને થોડા દિવસો પહેલા ટીમમાં મેચ વિનર રીતે જોવાતા હતા,ઉપરાંત તેમને ભવિષ્યના કપ્તાન પણ માનવામાં આવી રહ્યા હતા, પરંતુ અત્યારના ફોર્મમાં જે રીતે સતત ખરાબ દેખાવ જોવા મળી રહ્યો છે, જો T20 વર્લ્ડકપની વાત કરવામાં આવે તો પણ આ વખતે તેમનો દેખાવ ખુબ સામાન્ય રહ્યો હતો. જેના પર ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટરે ટિપ્પણી કરતા રિષભ પંતના દેખાવને લઇ ભડાસ નિકાળી. 

ભારતીય ટીમ માટે 18 ઓડીઆઈ રમી ચૂકેલા સોઢી વનડે શ્રેણી અંગે ચર્ચામાં કહ્યું કે, રિષભ પંતના સ્થાને સંજુ સેમસન એક સારો વિકલ્પ છે. તેણે કહ્યું, 'રિષભ પંત ભારતીય ટીમ માટે બોજ બની રહ્યો છે. જો એવું હોય તો તમે સંજુ સેમસનનો ઉપયોગ કરી શકો છો.

સોઢીએ કહ્યું, 'જ્યારે તમે કોઈ ખેલાડીને વધુ તકો આપો છો, ત્યારે સમસ્યા ઊભી થાય છે. હવે સમય આવી ગયો છે, જ્યારે તમારે નવા છોકરાઓને તક આપવી જોઈએ. જો કે આવનાર સમય જ દેખાડશે કે તેમને કેટલી તક મળે છે અને તે કેટલા આગળ વધે છે. દરેક વસ્તુની એક મર્યાદા હોય છે. તમે લાંબા સમય સુધી માત્ર એક ખેલાડી પર આધાર રાખી શકતા નથી. જો તે પ્રદર્શન ન કરી રહ્યો હોય તો તમારે તેને બહારનો રસ્તો બતાવવો પડશે.

Tags :