સૌરાષ્ટ્ર ટીમનો આ ખેલાડી હવે ભારત માટે રમશે, માતૃભૂમિ માટે ઠુકરાવી હતી પિતા સાથે કેનેડા જવાની ઓફર
Harvansh Singh, Indian Under-19 Team In England: ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની અંડર-19 ટીમની જાહેરાત કરવામાં આવી છે. IPL 2025 માં ધમાલ મચાવનારા બે યુવા પ્રતિભાશાળી ખેલાડીઓ વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રેને 16 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ટીમની કમાન 17 વર્ષના આયુષ મ્હાત્રેને સોંપવામાં આવી છે. આ ટીમમાં એક એવો ખેલાડી પણ છે જે IPL 2025નો ભાગ નથી, પરંતુ ઈંગ્લેન્ડમાં પોતાની બેટિંગથી ધૂમ મચાવી શકે છે. એ યુવા વિકેટકીપર બેટર હરવંશ સિંહ છે, જેણે સૌરાષ્ટ્ર માટે જુનિયર લેવલે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યું હતું અને ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમ સામે શાનદાર સદી ફટકારી હતી.
ટ્રક ડ્રાઈવરનો દીકરો ઈંગ્લેન્ડમાં રમશે
થોડા વર્ષો પહેલા, હરવંશ પાસે કેનેડા જવાનો વિકલ્પ હતો, પરંતુ તેણે ભારતમાં જ રહેવાનું નક્કી કર્યું. તેના પિતા કેનેડામાં ટ્રક ડ્રાઈવર છે અને તે તેના મમ્મી સાથે ગુજરાતના કચ્છના રણમાં આવેલા એક નાના શહેર ગાંધીધામમાં રહે છે. જ્યારે તેમના પરિવારના બાકીના સભ્યો કેનેડામાં રહે છે.
ભારત માટે રમવા માટે કેનેડા જવાની તક ગુમાવી
હરવંશના પિતાએ એક ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે, 'થોડા વર્ષો પહેલા હરવંશને કેનેડામાં રહેવાની તક પણ મળી હતી, પરંતુ તે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું પોતાનું સપનું પૂરું કરવા માંગતો હોવાથી તેણે કેનેડા જવાનો ઇનકારકરી દીધો હતો.'
ઓસ્ટ્રેલિયામાં ફટકારેલી છે સેન્ચુરી
ભારતીય અંડર-19 ટીમનો વાઈસ-કેપ્ટન અભિજ્ઞાન કુંડુને બનાવવામાં આવ્યો છે, જે વિકેટકીપર પણ રહેશે. જ્યારે હરવંશ સિંહ બીજો વિકેટકીપિંગ વિકલ્પ છે. હરવંશ સિંહે સૌરાષ્ટ્ર માટે જુનિયર લેવલ પર ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યો છે અને ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા અંડર-19 સામે યુવા ટેસ્ટમાં સેન્ચુરી પણ ફટકારી હતી.
યુવરાજને કારણે હરવંશ ડાબોડી બેટર બન્યો
હરવંશ બાળપણથી યુવરાજ સિંહને આદર્શ માનતો હતો અને આ ભારતીય ઓલરાઉન્ડરના કારણે તે ડાબોડી બેટર બન્યો. હરવંશના પિતા દમનદીપ સિંહે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું, 'હું અને મારા મોટો ભાઈ કુંવરજીત સિંહ ક્રિકેટના દિવાના હતા. અમે શોખ માટે રમતા હતા. અમે બંને વિકેટકીપર હતા. અમારા શહેરથી રાજકોટ પણ 200 કિલોમીટર દૂર છે. 2012 માં જ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) એ અમારા શહેરમાં એક એકેડેમી ખોલી.'
આ પણ વાંચો: ધોનીના ધુરંધરોને ટ્રેનિંગ આપવા સુરેશ રૈનાની થશે વાપસી? અટકળો પર CSKએ જુઓ શું જવાબ આપ્યો
દમનદીપ સિંહે આ અંગે વધુમાં કહ્યું કે, 'મેં હરવંશને છ વર્ષનો હતો ત્યારથી જ તેમાં પ્રવેશ અપાવ્યો. તેણે મારી પાસેથી વિકેટકીપિંગ શીખ્યું કારણ કે હું ગ્લોવ્ઝ પહેરતો હતો, પરંતુ યુવરાજ સિંહને કારણે તે શાંત થઈ ગયો. તે યુવરાજનો મોટો ફેન છે અને તેણે પીક યુવરાજ જોયો નથી, પરંતુ સ્ટુઅર્ટ બ્રોડ પર છ છગ્ગા ફટકારતા વીડિયો તેને ખૂબ જ ગમે છે. યુવરાજ સિંહને કારણે તે ડાબોડી બેટર બન્યો.