ઈંગ્લેન્ડથી પરત આવતાવેંત જ હર્ષિત રાણાને મળ્યું સરપ્રાઈઝ, પહેલીવાર નિભાવશે કેપ્ટનની જવાબદારી
Harshit Rana Captain: ભારતનો બોલર હર્ષિત રાણા પોતાની ફાસ્ટ બોલિંગ માટે જાણીતો છે. તાજેતરમાં જ તે ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાનો ભાગ હતો. પરંતુ બાદમાં તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો. ઇંગ્લેન્ડથી પાછા આવતા જ રાણાને એક સરપ્રાઈઝ મળ્યું છે. તે આગામી દિલ્હી પ્રીમિયર લીગમાં પોતાની ટીમનું નેતૃત્વ કરશે. હર્ષિતને પહેલીવાર કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી છે.
હર્ષિત રાણાને મોટી જવાબદારી મળી
નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સે આગામી સિઝન દિલ્હી પ્રીમિયર લીગ 2025 માટે હર્ષિત રાણાને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. હર્ષિત રાણાને DPL સીઝન 2025 માટે 10 લાખ રૂપિયા મળ્યા છે. તેમજ તેને નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સે રિટેન કર્યો છે. હર્ષિતને તાજેતરમાં ઈન્ડિયા A ટીમમાં પણ તક મળી હતી. તેણે ઈંગ્લેન્ડ લાયન્સ સામે મેચ રમી હતી. આ પછી તેને ભારતીય સિનિયર ટીમમાં સ્થાન મળ્યું. પરંતુ બાદમાં તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો જેથી ઘરે પાછા ફરવું પડ્યું હતું.
દિલ્હી પ્રીમિયર લીગ 2025નો સૌથી મોંઘો ખેલાડી
દિલ્હી પ્રીમિયર લીગ 2025નો સૌથી મોંઘો ખેલાડી સિમરજીત સિંહ રહ્યો છે. આ જમણા હાથના ઝડપી બોલરને 39 લાખ રૂપિયામાં સોલ્ડ થયો છે, તેને સેન્ટ્રલ દિલ્હી કિંગ્સ ટીમે ખરીદ્યો છે. દિગ્વેશ રાઠીને ઓલ્ડ દિલ્હી ટીમે 38 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. તેમજ નીતિશ રાણાને 34 લાખ રૂપિયામાં વેસ્ટ દિલ્હી લાયન્સની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. સેહવાગનો પુત્ર આર્યવીર પણ આ વર્ષે દિલ્હી પ્રીમિયર લીગમાં રમતો જોવા મળશે. એટલું જ નહીં, વિરાટ કોહલીનો ભત્રીજો પણ આ લીગ રમતો જોવા મળશે.