આખું વર્ષ ટ્રોલ થતો રહ્યો આ ખેલાડી પણ છેવટે બન્યો 2025નો ભારતનો સૌથી સફળ બોલર! જુઓ આંકડા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Most ODI Wickets for India 2025: આ વર્ષે ભારતીય ટીમની પસંદગી અને બોલિંગ વિભાગ વિશે ઘણી ચર્ચા થઈ હતી. ઘણા પૂર્વ મહાન ખેલાડીઓએ ટીમના ઝડપી બોલિંગ અટેક પર સવાલો ઉઠાવ્યા હતા. આ સવાલોના ઘેરામાં આવનાર બોલરમાં હર્ષિત રાણાનું પણ એક નામ છે. શરૂઆતના હર્ષિતના પ્રદર્શનથી ટીમમાં તેમના સ્થાન અંગે સવાલો ઉભા થયા હતા. જ્યારે ભારતીય ચાહકોએ તેને ભારે ટ્રોલ કર્યો હતો. જોકે, હર્ષિત વર્ષ 2025નો ODI ફોર્મેટમાં ભારતનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો છે.
હર્ષિત રાણાએ વનડેમાં સૌથી વધુ વિકેટ લીધી
હર્ષિત રાણાએ વર્ષ 2025માં વનડેમાં ભારત માટે 11 ઇનિંગ્સમાં 20 વિકેટ લીધી છે. આ દરમિયાન તેની ઈકોનોમી 6.01 અને સરેરાશ 25.55 રહી છે. જેમાં ચાર વિકેટ લેવાનો પણ સમાવેશ થાય છે. હર્ષિતે આ વર્ષે ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડ સામે ભારત માટે વનડે ડેબ્યૂ પણ કર્યું હતું, જેમાં તેણે ત્રણ વિકેટ લીધી છે.
હર્ષિતના ટીમમાં સમાવેશને ભારતીય ચાહકો દ્વારા ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો, અને ઘણા ટીકાકારોએ તેના સમાવેશ પર સવાલ ઉઠાવ્યા હતા. જોકે, તે આ વર્ષે ODI ક્રિકેટમાં ભારતના સૌથી સફળ બોલરોમાંનો એક રહ્યો છે.
આ પણ વાંચો: IPL 2026માં ગુજરાતી સ્ટાર ખેલાડી પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ? કેએલ રાહુલને સોંપાશે જવાબદારી!
આ લિસ્ટમાં બીજા સ્થાને ચાયનામેન બોલર કુલદીપ યાદવ છે. જેણે 11 ઇનિંગ્સમાં 29ની સરેરાશે 19 વિકેટ લીધી છે. જેમાં તેની ઈકોનોમી 5.28 રહી છે. જ્યારે ત્રીજા સ્થાને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા છે. જેણે 10 ઇનિંગ્સમાં 12 વિકેટ લીધી છે.
બીજી તરફ, ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ટીમ ઇન્ડિયાથી હજુ પણ બહાર છે, ત્યારે આ લિસ્ટમાં તે ચોથા સ્થાન પર છે. શમીને ચેમ્પિયન્સ ટ્રોફીમાં સારુ પ્રદર્શન કરવા છતાં ટીમમાંથી ડ્રોપ કરવામાં આવ્યો હતો. શમીએ 7 ઇનિંગ્સમાં 30.63ની સરેરાશે કુલ 11 વિકેટ લીધી છે. પાંચમા નંબર પર અક્ષર પટેલનું નામ આવે છે. અક્ષરે 11 ઇનિંગ્સમાં 11 વિકેટ લીધી. જેની ઈકોનોમી 4.47 રહી છે, જે આ લિસ્ટમાં સૌથી ઓછી છે.









