Sports

IPL 2026માં ગુજરાતી સ્ટાર ખેલાડી પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ? કેએલ રાહુલને સોંપાશે જવાબદારી!

By GS TEAM
22 Dec 20252 mins read
TukuTouch Logo
આઈપીએલ 2026ની તૈયારીઓ ચાલી રહી છે, આ વચ્ચે દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમમાં એક મોટો ફેરફાર કરાયો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે, ફ્રેન્ચાઇઝીએ સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ પાસેથી કેપ્ટનશીપ છીનવી લીધી છે. અક્ષર ગત સીઝન એટલે કે IPL 2025માં ટીમમાં કેપ્ટન હતા, પરંતુ હવે તેઓ માત્ર ખેલાડી તરીકે ટીમનો ભાગ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPL 2026માં ગુજરાતી સ્ટાર ખેલાડી પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ? કેએલ રાહુલને સોંપાશે જવાબદારી!

IPL 2026 Delhi Capitals Captain: આઈપીએલ 2026ની તૈયારીઓ ચાલી રહી છે, આ વચ્ચે દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમમાં એક મોટો ફેરફાર કરાયો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે, ફ્રેન્ચાઇઝીએ સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલ પાસેથી કેપ્ટનશીપ છીનવી લીધી છે. અક્ષર ગત સીઝન એટલે કે IPL 2025માં ટીમમાં કેપ્ટન હતા, પરંતુ હવે તેઓ માત્ર ખેલાડી તરીકે ટીમનો ભાગ રહેશે. તેમની જગ્યાએ ટીમની કમાન કોણ સંભાળશે તેને લઈને એક દાવો કરાયો છે. જોકે, દિલ્હી કેપિટલ્સની સત્તાવાર વેબસાઈટ પર હજુ પણ IPL 2026 માટે અક્ષર પટેલને કેપ્ટન દર્શાવાયેલો છે. કેએલ રાહુલના કેપ્ટન બનવા અંગે પણ હજુ સુધી કોઈ અપડેટ નથી. આ બંને દાવાની અમે પુષ્ટિ નથી કરતા.

દિલ્હી કેપિટલ્સે કર્યો કેપ્ટન બદલવાનો નિર્ણય?

આ નિર્ણય ફ્રેન્ચાઈઝી માટે સરપ્રાઈઝિંગ હોઈ શકે છે, કારણ કે અક્ષરે 2025 સીઝનમાં ટીમને 14 મેચોમાં 7 જીત અપાવી હતી અને પાંચમા નંબર પર પહોંચાડી હતી. જોકે, પ્લેઓફમાં જગ્યા ન બનાવી શકવાના કારણે મેનેજમેન્ટે નવી દિશામાં વિચારવિમર્શ શરૂ કર્યો છે. અક્ષર પટેલ ટીમના સૌથી ભરોસાપાત્ર ખેલાડી બન્યા રહેશે, પરંતુ લીડરશીપની જવાબદારી હવે કોઈ બીજાના ખભા પર જશે, તેવું સૂત્રોનું માનવું છે.

કેએલ રાહુલ પ્રબળ દાવેદાર

રિપોર્ટ્સ અનુસાર, અનુભવી વિકેટકીપર-બેટર કેએલ રાહુલ નવા કેપ્ટન બનવાનો પ્રબળ દાવેદાર છે. રાહુલ પહેલાથી જ ટીમમાં સીનિયર ખેલાડીની ભૂમિકા નિભાવી રહ્યો છે અને તેમની કપ્તાનીનો પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ સાથે રહ્યો છે. ફ્રેન્ચાઈઝી તેમને લીડરશીપ ગ્રુપના પ્રમુખ બનાવીને ટીમને નવી ઉર્જા આપવા ઇચ્છે છે. જોકે, હજુ સુધી સત્તાવાર જાહેરાત નથી થઈ, પરંતુ રાહુલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.

અક્ષર પટેલને ટીમ ઈન્ડિયામાં મળ્યું પ્રમોશન

અક્ષર પટેલ ભલે આઈપીએલમાં આ વખતે કપ્તાની કરતા નજરે ના આવે, પરંતુ ટીમ ઇન્ડિયામાં હાલમાં તેમને પ્રમોશન મળ્યું છે. BCCIએ આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026 માટે અક્ષર પટેલને વાઇસ કેપ્ટન બનાવ્યા છે, જે તેમના સતત સારા ફોર્મને જોતા આ નિર્ણય લેવાયો હોવાનું મનાઈ રહ્યું છે. તેમને શુભમન ગિલની જગ્યાએ આ જવાબદારી મળી છે. અક્ષર આ પહેલા પણ ટીમ ઇન્ડિયા માટે ભૂમિકા નિભાવી ચૂક્યા છે અને આઈપીએલમાં પણ આ રોલમાં નજરે આવી શકે છે.