VIDEO: 'સાત-આઠ મહિના મારા માટે ભારે હતા...' વર્લ્ડકપ જીતની વર્ષગાંઠ પર ઈમોશનલ થયો હાર્દિક પંડ્યા
Hardik Pandya Video Post : ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ T20 વર્લ્ડકપ 2024માં ભારતની જીતની પહેલી વર્ષગાંઠ પર સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો પોસ્ટ કર્યો છે. જ્યારે ભારતે દક્ષિણ આફ્રિકાને ફાઈનલમાં 7 રનથી હરાવીને 11 વર્ષ બાદ ICC જીતી છે, ત્યારે હાર્દિકે વીડિયો પોસ્ટ મુકીને એક ઐતિહાસિક ક્ષણને યાદ કર્યા બાદ ઈમોશનલ થયો હતો.
વર્લ્ડકપ જીતની વર્ષગાંઠ પર ઈમોશનલ થયો હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યાએ ફાઇનલ મેચમાં બે બોલમાં 5 રન બનાવ્યા અને શાનદાર બોલિંગ કરીને 3 ઓવરમાં 3 વિકેટ લીધી હતી. હાર્દિકે હેનરિક ક્લાસેન (52 રન, 27 બોલ) ની મહત્ત્વપૂર્ણ વિકેટ લીધી. પંડ્યાએ પોસ્ટમાં લખ્યું હતું કે, 'દેશ માટે રમવું એ મારા માટે એક સ્વપ્ન અને એક આશીર્વાદ હતું. 2011 માં હું રસ્તા પર હતો, એ જ ટીમો માટે ઉજવણી કરી રહ્યો હતો. હંમેશા આવી પરિસ્થિતિઓમાં રહેવાનું પસંદ કરતો હતો. તેનાથી હું સારુ પ્રદર્શન કરી શકુ છું. મેં હંમેશા મારી જાતને વર્લ્ડ કપ ફાઇનલનો છેલ્લો બોલ બોલિંગ કરવાની અને અંતિમ રન મારવાની કલ્પના કરી હતી. છેલ્લા 6-7-8 મહિના ખૂબ મુશ્કેલ હતા, પરંતુ તે દિવસે બધું મારા મગજમાંથી નીકળી ગયું અને હું ફક્ત વિચારી રહ્યો હતો કે, 'છેવટે, મેં તે દેશ માટે કરી બતાવ્યું.'
ફાઈનલ ઓવરના પહેલા બોલ પર ડેવિડ મિલરે લોન્ગ ઓફ દિશામાં ઊંચો શૉટ માર્યો, પરંતુ બોલ બાઉન્ડ્રી પાર કરી શક્યો નહી. સૂર્યકુમાર યાદવે બાઉન્ડ્રી લાઈનની નજીક શાનદર સંતુલન રાખીને બોલને હવામાં રાખ્યો અને પછી તરત પરત અંદર આવીને કેચ કર્યો હતો. આ કેચ ICC ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ કેચમાનો એક માનવામાં આવે છે.