છુટાછેડાના બે વર્ષ બાદ હાર્દિકને નવી પ્રેમિકા મળી, મોડેલ સંગ સંબંધો કન્ફર્મ કર્યા

Hardik Pandya Confirm Relationship With Mahika Sharma: હાર્દિક પંડ્યા 11 ઓક્ટોબરે પોતાનો 32મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. પોતાના જન્મદિવસ પર હાર્દિકે આખરે પોતાના નવા સબંધવે ઈન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ કરી દીધા છે. જેના કારણે મહિનાઓથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે. નતાશા સ્ટેન્કોવિકથી અલગ થયાના બે વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરે મોડેલ માહિકા શર્માને પોતાની નવી જીવનસાથી તરીકે દુનિયા સામે રજૂ કરી છે.
હાર્દિકે મોડેલ સંગ સંબંધો કન્ફર્મ કર્યા
10 ઓક્ટોબર, 2025ના રોજ હાર્દિકે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર બીચ પર માહિકા સાથેની એક તસવીર શેર કરી હતી. બંને ખૂબ જ ખુશ સૂકુન ભર્યા માહોલમાં નજર આવ્યા. હાર્દિકે ઓવરસાઈઝ જેકેટ, શોર્ટ્સ અને ચંપલ પહેર્યા હતા અને તેણે માહિકાના ખભા પર હાથ રાખ્યો હતો. બીજી તરફ માહિકા સફેદ શર્ટ ડ્રેસમાં ખૂબ જ સ્ટાઈલિશ દેખાતી હતી. હાર્દિકે તેની ઈન્સ્ટાગ્રામ આઈડીને ટેગ કરીને મોડેલ સંગ સંબંધો કન્ફર્મ કર્યા.
બીજી એક પોસ્ટમાં હાર્દિકે કપલની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શેર કરી. જેમાં માહિકા બ્લેક લેધર મિની ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાતી હતી, જ્યારે હાર્દિકે કૂલ અને કોન્ફિડન્ટ લુક અપનાવ્યો હતો. તેણે આ પોસ્ટમાં વાદળી રંગની evil-eye પણ શેર કરી, જે સુરક્ષા અને શુભતાનું પ્રતીક છે.
આ તસવીરોમાં આ કપલની કેમેસ્ટ્રીએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું. સોશિયલ મીડિયા પર તેમના સંબંધોની ચર્ચાઓ તેજ થઈ ગઈ. હાર્દિકના આ સંકેતથી એ સ્પષ્ટ થઈ ગયું કે તેનું દિલ હવે માહિકાના નામે થઈ ચૂક્યું છે.
કોણ છે માહિકા શર્મા?
હાર્દિક કરતાં 7 વર્ષ નાની માહિકા શર્મા ભારતીય ફેશન જગતમાં એક જાણીતું નામ છે. તે ELLE અને Grazia જેવા પ્રખ્યાત મેગેઝિનના કવર પેજ પર ચમકી છે અને ઈન્ડિયન ફેશન એવોર્ડ્સમાં 'મોડેલ ઓફ ધ યર' નો ખિતાબ પણ પોતાના નામે કર્યો છે.
માહિકા તનિષ્ક, વીવો અને યુનિક્લો સહિત અનેક પ્રીમિયમ બ્રાન્ડ્સની જાહેરાતોમાં નજર આવી ચૂકી છે. તે મોટાભાગે તરુણ તહિલિયાની, મનીષ મલ્હોત્રા અને અનિતા ડોંગરે જેવા પ્રખ્યાત ડિઝાઈનરોના આઉટફિટ્સમાં દેખાય છે.
ચાહકો છેલ્લા ઘણા મહિનાઓથી હાર્દિક અને માહિકા વચ્ચેના સંબંધના સંકેતો જોઈ રહ્યા હતા. ક્યારેક માહિકા હાર્દિક જેવી જ લેપર્ડ પ્રિન્ટેડ રોબમાં દેખાઈ તો ક્યારેક તેણે પોતાની આંગળી પર '33' નંબરનું ટેટૂ ફ્લોન્ટ કર્યું, જે હાર્દિકનો જર્સી નંબર છે.
હવે હાર્દિકની લેટેસ્ટ પોસ્ટ સાથે તમામ અફવાઓ પર વિરામ લાગી ગયો છે. હાર્દિક પંડ્યાએ ઓફિશિયલી માહિકા શર્માને એ મહિલા તરીકે રજૂ કરી છે જે હવે તેના દિલની માલિક છે.