બ્રેકઅપ ભૂલી ફરી પ્રેમમાં પડ્યો હાર્દિક પંડ્યા? કથિત 'ગર્લફ્રેન્ડ' સાથે એરપોર્ટ પર દેખાયો

Hardik Pandya Spotted With Rumoured Girlfriend: ક્રિકેટર હાર્દિક પંડ્યા ક્રિકેટ પીચ પર તો દર્શકોને દિવાના કરી જ દે છે. પરંતુ તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. હાર્દિકનું નામ ઘણી છોકરીઓ સાથે જોડાઈ ચૂક્યું છે. હાર્દિકના નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન થયા હતા. પરંતુ આ સંબંધ લાંબો સમય ન ચાલ્યો અને બંનેના ડિવોર્સ થઈ ગયા. ત્યારબાદ ક્રિકેટરનું નામ એક્ટ્રેસ-મોડેલ જાસ્મીન વાલિયા સાથે જોડાયું. બંનેએ એક-બીજાને લાંબા સમય સુધી ડેટ કરી, પરંતુ તે રિલેશન પણ લાંબો સમય ન ચાલ્યું. ત્યારે હવે ક્રિકેટર ફરી પ્રેમમાં પડ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હાર્દિક પંડ્યા હાલમાં મોડેલ માહિકા શર્માને ડેટ કરી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે.
રૂમર્ડ ગર્લફ્રેન્ડ મોડલ માહિકા શર્મા સાથે એરપોર્ટ પર સ્પોટ થયો Hardik Pandya | Gujarat Samachar#HardikPandya #Cricketer #MahikaSharma #Gscard #Gujaratsamachar pic.twitter.com/CDk89WRiEE
— Gujarat Samachar (@gujratsamachar) October 10, 2025
ત્યારે હવે તાજેતરમાં જ હાર્દિક પંડ્યા કથિત 'ગર્લફ્રેન્ડ' માહિકા શર્મા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા, જ્યાં ક્રિકેટરનો કૂલ અંદાજ તો દેખાયો જ, પરંતુ આ સાથે જ એક પજેસિવ સાઈડ પણ નજર આવી. હાર્દિક પોતાની પીળી લેમ્બોર્ગિની ઉરુસમાંથી ઉતર્યો અને ત્યારબાદ તેણે માહિકા તરફ જોયું અને તેને એરપોર્ટ તરફ ગાઈડ કરી. બંને બ્લેક આઉટફિટમાં ટ્યૂનિંગ કરતા નજર આવ્યા. આ પહેલી વાર છે જ્યારે હાર્દિક અને માહિકા પબ્લિકલી સ્પોટ થયા છે. બંનેનું રિલેશન થોડા સમય પહેલા જ શરૂ થયું. ચાહકોએ આ અગાઉ ઘણી વખત ક્રિકેટરને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં સ્પોટ કરી ચૂક્યા છે.
તમને જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યા એક પુત્ર અગસ્ત્યનો પિતા પણ છે. તે તેની એક્સ વાઈફ નતાશા સાથે તેનો ઉછેર કરી રહ્યો છે. આ ક્રિકેટર અનેક વખત તેના પુત્ર પર પ્રેમ વરસાવતો જોવા મળે છે.