Get The App

હૈદરાબાદ સામે જીત બાદ ગુજરાતનાં સ્ટાર ઈશાંત શર્માને BCCIએ કેમ આપી સજા? 25 ટકા મેચ ફીસ કપાઈ

Updated: Apr 7th, 2025

GS TEAM


Google News
Google News
હૈદરાબાદ સામે જીત બાદ ગુજરાતનાં સ્ટાર ઈશાંત શર્માને BCCIએ કેમ આપી સજા? 25 ટકા મેચ ફીસ કપાઈ 1 - image


Image Source: Twitter

IPL 2025:  સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ખરાબ બોલિંગ બાદ ગુજરાત ટાઈટન્સના સ્ટાર બોલર ઈશાંત શર્માને વધુ એક ઝટકો લાગ્યો છે. BCCIએ તેના પર દંડ ફટકાર્યો છે. આ સાથે જ તેના ખાતામાં ડિમેરિટ પોઈન્ટ પણ ઉમેરવામાં આવ્યો છે. IPL 2025ની 19મી મેચમાં ગુજરાતે હૈદરાબાદ સામે 7 વિકેટથી જીત મેળવી હતી. ત્યારબાદ ગુજરાતના સ્ટાર બોલર ઈશાંતને મેચ દરમિયાન IPL આચારસંહિતાના ઉલ્લંઘન બદલ તેની મેચ ફીના 25% દંડ ફટકારવામાં આવ્યો અને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવ્યો છે.

ઈશાંતે આર્ટિકલ 2.2નું ઉલ્લંઘન કર્યું

IPL દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઈશાંતે આર્ટિકલ 2.2નું ઉલ્લંઘન કર્યું છે, જે મેચ દરમિયાન ક્રિકેટ સાધનો અથવા કપડાં, ગ્રાઉન્ડ સાધનો અથવા ફિટિંગના દુરુપયોગ સાથે સંબંધિત છે. તે લેવલ 1 નો ગુનો હતો, જેના માટે ઈશાંતે મેચ રેફરી જવાગલ શ્રીનાથની સજા સ્વીકારી લીધી છે. જોકે, ઘટના અંગે માહિતી આપવામાં નથી આવી.

આ પણ વાંચો: વિકેટકીપિંગમાં કોઈ કમી નથી પણ બેટિંગમાં...: ધોનીની નિવૃત્તિ પર રિકી પોન્ટિંગનું મોટું નિવેદન

ઈશાંતનું પ્રદર્શન

હૈદરાબાદમાં SRH સામે ઈશાંતે ચાર ઓવરમાં 53 રન આપ્યા અને એક પણ વિકેટ લેવામાં તે નિષ્ફળ ગયો. GTની ઈનિંગમાં તેને 13 ઓવર માટે બહાર કરી દેવામાં આવ્યો અને તેના સ્થાને શેરફેન રૂથરફોર્ડને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. ઈશાંત IPLમાં અત્યાર સુધી ખૂબ જ મોંઘો રહ્યો છે. તેણે ત્રણ મેચમાં 8 ઓવરમાં 107 રન આપ્યા છે અને માત્ર એક જ વિકેટ ઝડપી છે. હૈદરાબાદ સામે ગુજરાતની જીત ચાર મેચમાંથી તેની ત્રીજી જીત હતી, જેના કારણે આ ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે.

પંજાબ કિંગ્સ સામે હાર સાથે સિઝનની શરૂઆત કર્યા બાદ આ સતત તેની ત્રીજી જીત હતી. હૈદરાબાદનો આ સતત ચોથો પરાજય છે અને તે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે પહોંચી ગયું છે. મેચની વાત કરીએ તો પહેલા બેટિંગ કરતા હૈદરાબાદે 8 વિકેટ પર 152 રન બનાવ્યા હતા. શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમે 153 રનનો ટાર્ગેટ 20 બોલ બાકી રહેતા ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ ચેઝ કરી લીધો હતો.

Tags :