Get The App

ઈંગ્લેન્ડમાં રમતી ટુર્નામેન્ટ મુદ્દે ભારતમાં કેમ થયો વિવાદ? SRH ટીમના માલિકો પર ભડક્યા ગાવસ્કર

Updated: Mar 16th, 2026

GS TEAM

Google News
Google News
ઈંગ્લેન્ડમાં રમતી ટુર્નામેન્ટ મુદ્દે ભારતમાં કેમ થયો વિવાદ? SRH ટીમના માલિકો પર ભડક્યા ગાવસ્કર 1 - image

Gavaskar Slams SRH Owners : ઇંગ્લેન્ડની ફ્રેન્ચાઇઝી લીગ 'ધ હંડ્રેડ' માટે પ્લેયર્સ ઓક્શનમાં સનરાઇઝર્સ લીડ્સે પાકિસ્તાની સ્પિનર ​​અબરાર અહેમદને 1.90 લાખ પાઉન્ડ(આશરે ₹2.34 કરોડ)માં ખરીદ્યો છે. સનરાઇઝર્સ લીડ્સનો માલિકી હક સન ગ્રુપની પાસે છે. સન ગ્રુપ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદ(SRH)ની પણ માલિકી ધરાવે છે, તેથી આ નિર્ણયની ભારે ટીકા થઈ રહી છે. અનેક લોકોએ સવાલ ઉઠાવ્યો છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રવર્તમાન તણાવ છતાં આવો નિર્ણય કેમ લેવામાં આવ્યો? આમ, ભારતીયોના લોહીના પૈસાથી પાકિસ્તાની ખેલાડીને ખરીદ્યો છે, ત્યારે SRH ટીમના માલિકો પર પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર ભડક્યા છે.

SRH ટીમના માલિકો પર ભડક્યા સુનીલ ગાવસ્કર 

ઓક્શન દરમિયાન હાજર સનરાઇઝર્સ ફ્રેન્ચાઇઝીની સીઈઓ કાવ્યા મારન પણ ટીકાકારોના નિશાના પર છે. પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે, સનરાઇઝર્સ લીડ્સ દ્વારા પાકિસ્તાની સ્પિનરને ખરીદ્યા બાદ જે વિવાદ શરૂ થયો છે તે હેરાન કરનારો નથી. 

સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે, 'ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા ઘણા વર્ષોની ઘટનાઓને ધ્યાને લેતા, આ પ્રકારની પ્રતિક્રિયા સ્વભાવિક છે.' ગાવસ્કરે યાદ અપાવ્યું કે, વર્ષ 2008માં મુંબઈમાં હુમલા બાદ પાકિસ્તાની ખેલાડીઓને IPLમાં રમાડવામાં આવ્યા નથી. આ પછી વર્ષ 2019માં પુલવામા હુમલા અને વર્ષ 2025માં પહલગામ એટેક જેવી ઘટનાઓએ ભારતની ભાવનાને વધુ સંવેદનશીલ બનાવી છે. 

ગાવસ્કરે શું કહ્યું?

ગાવસ્કરનું માનવું છે કે, 'જો કોઈ ભારતીય ટીમ પાકિસ્તાની ખેલાડીને પૈસા ચૂકવે છે તો તે પૈસા ટેક્સ સ્વરૂપે પાકિસ્તાન સરકારને પહોંચે છે, જ્યાં તેનો ઉપયોગ હથિયાર ખરીદવા માટે થઈ શકે છે.' બીજા શબ્દોમાં કહીએ તો ગાવસ્કર સ્પષ્ટપણે દાવો કરે છે કે, પાકિસ્તાની ખેલાડીઓને ચૂકવવામાં આવતા પૈસાનો ઉપયોગ ભારતીયોનું લોહી વહેવડાવવા માટે થઈ શકે છે.

ગાવસ્કરનું કહેવું છે કે, સનરાઇઝર્સ લીડ્સના કોચ ડેનિયલ વિટોરી શાયદ આ સંવેદનશીલતાને ન સમજે, પરંતુ SRH ટીમના માલિકોએ ધ્યાન રાખવાનું હતું. જો માલિક ભારતીય હોય, તો તે પરોક્ષ રીતે એવી સિસ્ટમને ફંડ આપી રહ્યા છે જે ભારતીય સૈનિકો અને નાગરિકોના મોતનું કારણ બની શકે છે. શું આવી ટુર્નામેન્ટ જીતવી એ ભારતીયોના જીવનથી વધુ મહત્ત્વપૂર્ણ છે?

આ પણ વાંચો: 'મને પણ ભૂલ કરવાનો હક છે...' T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ગૌતમ ગંભીર શા માટે આવું બોલ્યો?

અબરાર અહેમદને ખરીદ્યા બાદ સનરાઇઝર્સ લીડ્સના X એકાઉન્ટ પણ થોડા સમય માટે બંધ થઈ ગયું હતું. જો કે, ટીકા ઓછી થતાં એકાઉન્ટ ફરીથી કાર્યરત થયું હતું. કોચ ડેનિયલ વિટોરીએ પણ ખુલાસો કર્યો હતો કે, પાકિસ્તાન સ્પિનર ઉસ્માન તારિક પણ ટીમની નજરમાં હતો. ગાવસ્કરના આ નિવેદન બાદ વિવાદ ફરી ચર્ચામાં આવ્યો છે અને ક્રિકેટ જગતમાં આ નિર્ણય પર ચર્ચાઓ વધી છે.