Get The App

માંજરેકરનું ફરી વિવાદિત નિવેદન, રોહિત-વિરાટ માટે એવું બોલ્યો કે ફેન્સને નહીં ગમે

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
માંજરેકરનું ફરી વિવાદિત નિવેદન, રોહિત-વિરાટ માટે એવું બોલ્યો કે ફેન્સને નહીં ગમે 1 - image


India vs England: ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને ઈગ્લેન્ડને માન્ચેસ્ટર ટેસ્ટ મેચ ડ્રો કરાવી હતી. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે ફરી એકવાર વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે રોહિત-વિરાટ માટે એવું બોલ્યા કે ફેન્સને પસંદ નહીં આવે. સંજય માંજરેકરે કહ્યું કે, 'રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ ભારતીય ટેસ્ટ ટીમમાં નથી અને તેમનું યોગદાન ટીમને યાદ પણ આવી રહ્યું નથી.'

પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે શું કહ્યું...

એક ઈન્ટરવ્યૂમાં પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે જણાવ્યું કે, 'રોહિત શર્મા છેલ્લી સીરિઝમાં 10 સરેરાશથી બેટિંગ કરી રહ્યા હતા. જ્યારે વિરાટ કોહલી છેલ્લા પાંચ વર્ષમાં 30ની સરેરાશથી રન બનાવી રહ્યા હતા. ભારતીય ટીમમાં આ બંનેની જગ્યા કોઈ લઈ શકે તેમ નથી. પરંતુ તેમનું ટીમમાં ન હોવાથી મોટું નુકસાન પણ થયુ નથી. જો કે, બે સિનિયર ખેલાડીઓની ટીમને ખોટ પડી છે, પરંતુ તેમના યોગદાનથી ટીમને નુકસાન થયુ નથી કરણ કે આ બંનેએ ટીમને વધુ યોગદાન આપી રહ્યા નહોતા.' નોંધનીય છે કે, સંજય માંજરેકરનું કહેવું છે કે, રોહિત અને વિરાટે ભારતીય ટીમમાં મોટું યોગદાન આપ્યું નથી, જેથી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચની સીરિઝમાં બંનેનું ના હોવાથી કોઈ ફરક પડ્યો નથી.

આ પણ વાંચો: કોણ છે એન.જગદીશન જેની ટીમ ઈન્ડિયામાં થઇ એન્ટ્રી, વર્લ્ડ રેકોર્ડ બનાવી ચૂક્યો છે

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતીય બેટરોએ રનનો વરસાદ કર્યો 

ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતીય ટીમના ચાર બેટરોએ રનનો વરસાદ કરી દીધો હતો. જેમાં સૌથી વધુ કેપ્ટન શુભમન ગિલ 722 રન બનાવ્યા છે. બીજી સ્થાને કે.એલ રાહુલે 511 રન બનાવ્યા છે. રિષભ પંતે 479 રન અને રવિન્દ્ર જાડેજાએ 113.50ની સરેરાશથી 454 રન ફટકાર્યા છે. ભારતીય ટીમના આ બેટરોની બેટિંગથી સ્પષ્ટ થઈ ગયું છે કે, આ ટીમ રોહિત અને વિરાટથી આગળ નીકળી ગઈ છે અને એ જ વાત સંજય માંજરેકર કહી રહ્યાં છે. 

ભારત-ઈંગ્લેન્ડની મેચ ડ્રો

ટેસ્ટ મેચની વાત કરીએ તો, ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમે 358 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે જો રૂટ અને બેન સ્ટોક્સની સદીઓની મદદથી 669 રન બનાવ્યા અને ભારત પર 311 રનની લીડ મેળવી. બીજી ઈનિંગમાં ભારતીય ટીમે 0 પર 2 વિકેટ ગુમાવી દીધી. પરંતુ ભારતીય બેટર કે.એલ. રાહુલ, શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરની શાનદાર ઈનિંગના આધારે આ મેચ ડ્રો થઈ હતી.


Tags :