'કોચિંગ છોડી દો...' ગંભીર વિરુદ્ધ ફેન્સની નારેબાજી, વન-ડે સીરિઝ અગાઉ VIDEO વાઈરલ!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs SA ODI: ભારતીય ટીમને જ્યારથી દક્ષિણ આફ્રિકા સામે 0-2થી ઘરેલું ટેસ્ટ સીરિઝમાં હારી મળી છે ત્યારથી ગૌતમ ગંભીર ટીકાનો સામનો કરી રહ્યા છે. જુલાઈ 2024માં ન્યૂઝીલેન્ડ સામે ભારતનો 0-3થી વ્હાઈટવોશ થયો હતો. તેના કોચિંગ કાર્યકાળમાં ભારતે ઘરઆંગણે રમાયેલી 9 ટેસ્ટમાંથી પાંચ ટેસ્ટ હારી ગઈ છે. જેમાં ટીમને બે વાર ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો છે. આ જ કારણોસર ગંભીર હવે એવા કોચની લિસ્ટમા સૌથી ઉપર છે જેમણે સૌથી વધુ ઘરેલું ટેસ્ટ હારી છે.
ગૌતમ ગંભીરનો ઓવરઓલ કોચિંગ રેકોર્ડ
ગૌતમ ગંભીરનો ઓવરઓલ કોચિંગ રેકોર્ડ 19 ટેસ્ટનો છે જેમાં ભારતે 7 ટેસ્ટમાં જીત મેળવી છે, 10માં હાર મળી છે અને 2 ડ્રો થઈ છે. આમ જોવા જઈએ તો જીતની ટકાવારી માત્ર 36.82% રહી ગયો છે.
દક્ષિણ આફ્રિકા સામે 0-2થી મળેલી હાર બાદ ચાહકો, દિગ્ગજો અને ક્રિકેટ એક્સપર્ટ તેના પર હવે સવાલ ઉઠાવી રહ્યા છે. ઘણા લોકો તો એવું પણ કહી કરી રહ્યા છે કે ગંભીરે હવે કમ સે કમ ટેસ્ટ ટીમની કોચિંગ તો છોડી જ દેવી જોઈએ.
ગૌતમ ગંભીર વિરુદ્ધ ફેન્સની નારેબાજી
આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ રાંચી વનડે પહેલાનો છે. ત્યાં ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસ ચાલી રહી છે, જ્યાં ગંભીર પણ હાજર હતો. ત્યારે જ ચાહકો તેને જોઈને બૂમ પાડે છે કે, 'ઘરઆંગેણે 3-0, આફ્રિકા સામે 1-0... કોચિંગ છોડી દો! જો તમે ઘરઆંગણે દક્ષિણ આફ્રિકાને હરાવી ન શકો તો 2027 વર્લ્ડ કપ ભૂલી જાઓ.'
જોકે, આ વીડિયો રાંચીનો છે કે, પછી તાજેતરમાં યોજાયેલી ટેસ્ટ સીરિઝ વેન્યૂ કોલકાતા અથવા ગુવાહાટીનો છે તે સ્પષ્ટ નથી. બીજી તરફ GROKએ પણ પોતાના જવાબમાં આ વીડિયો ગુવાહાટીનો હોવાનું જણાવ્યું છે. પોતાના જવાબમાં કહ્યું કે, આ વીડિયો રાંચીનો નથી. ગૌતમ ગંભીર સામે જે નારેબાજી થઈ હતી તે ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમમાં થઈ હતી, જ્યારે ભારત દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝ હારી ગયુ હતું. જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, તે વાસતવમાં કોઈ ક્રિકેટ પ્રેક્ટિસની મીમ-ક્લિપ લાગે છે. કદાચ IPLની હોય શકે છે.
ભારતની કારમી હાર
તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ કોલકાતામાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારત ત્રણ દિવસમાં જ 30 રનથી હારી ગઈ હતી. ત્યારબાદ ગુવાહાટીમાં બીજી ટેસ્ટ 408 રનથી હારી ગઈ હતી, જે ભારતની રનના માર્જિનથી સૌથી મોટી ટેસ્ટ હાર છે.
આ પણ વાંચો: 'હારની જવાબદારી બધાની પણ સૌથી પહેલા..', દ.આફ્રિકા સામે પરાજય બાદ ગંભીરનું નિવેદન
હવે આ ટેસ્ટ સીરિઝ બાદ ભારત રવિવારે (30 નવેમ્બર) વનડે સીરિઝ રમવા ઉતરશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પહેલી મેચ રાંચીમાં રમાશે. બીજી વનડે ૩ ડિસેમ્બરે રાયપુરમાં અને અંતિમ મેચ 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. શુભમન ગિલ અને શ્રેયસ અય્યર ઘાયલ છે, તેથી કેએલ રાહુલ સીરિઝનું નેતૃત્વ કરશે. ગિલ, અક્ષર, અય્યર અને સિરાજની જગ્યાએ ઋતુરાજ ગાયકવાડ, રવીન્દ્ર જાડેજા, તિલક વર્મા અને રિષભ પંતની વાપસી થઈ છે. ગિલ બહાર હોવાથી યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરે તેવી શક્યતા છે, બીજી તરફ ઋતુરાજ ગાયકવાડ પણ દાવેદાર છે.








