Get The App

વૃક્ષો બચાવવા જીવ દાવ પર લગાવ્યો, જાણો કોણ છે લેડી ટારઝન જેમને રાષ્ટ્રપતિએ મોકલ્યું આમંત્રણ

Updated: Aug 8th, 2025

GS TEAM

Google News
Google News
વૃક્ષો બચાવવા જીવ દાવ પર લગાવ્યો, જાણો કોણ છે લેડી ટારઝન જેમને રાષ્ટ્રપતિએ મોકલ્યું આમંત્રણ 1 - image

image source: Instagram/nitiaayog

Padma Shri Jamuna Tudu: ઝારખંડના જમશેદપુરની પદ્મશ્રી જમુના ટુડૂને રાષ્ટ્રપતિ ભવનમાં સ્વતંત્રતા દિવસ 2025ના ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ચાલો જાણીએ કે કોણ છે જમુના ટુડૂ અને શા માટે તેમને રાષ્ટ્રપતિ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.

'લેડી ટારઝન'

ઝારખંડના જમશેદપુરની પદ્મશ્રી જમુના ટુડૂને લોકો 'લેડી ટારઝન'ના નામે ઓળખે છે. પર્યાવરણ સંરક્ષણમાં તેમના અમૂલ્ય યોગદાનને જોતા, તેમને સ્વતંત્રતા દિવસના અવસરે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ડિનર માટે રાષ્ટ્રપતિએ આમંત્રણ આપ્યું છે. આ વિશેષ આમંત્રણ પત્ર ભારતીય ટપાલ વિભાગ દ્વારા નવી દિલ્હીથી ચાકુલિયા સુધી એક ખાસ વ્યવસ્થા હેઠળ પહોંચાડવામાં આવ્યું હતું. પત્રમાં સ્પષ્ટ રૂપે ઉલ્લેખ કરવામાં આવ્યું હતું કે જમુના ટુડૂને 15 ઓગસ્ટની સાંજે 6 વાગે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત રાત્રિભોજનમાં સામેલ થવાનું છે.  

રોજ મજૂરી કરીને પેટિયું રળતી હતી 

જમુના ટુડૂએ એક સમયે દૈનિક મજૂરી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી. તેમના પતિ રાજ  મિસ્ત્રીનું કામ કરે છે  પરંતુ, આ બધાની વચ્ચે તેમણે પર્યાવરણના રક્ષણને પોતાના જીવનનું મિશન બનાવ્યું હતું. તેમણે જંગલોને બચાવવા એક ઝુંબેશ શરૂ કરી હતી. તે એકલા જ જંગલોમાં જઈ ઝાડ કાપનારને સમજાવતી, જનજાગૃતિ અભિયાન ચલાવતી અને વન માફિયાઓનો સખત વિરોધ કરતી હતી. 

આ પણ વાંચો : 'વોટ ચોરી એ બંધારણ સાથે દગો, ગમે તે ભોગે...', રાહુલ ગાંધીએ બેંગ્લુરુમાં વોટ અધિકાર રેલીને સંબોધી

ઘણા જીવલેણ હુમલાઓનો સામનો કરવો પડ્યો 

પર્યાવરણનું રક્ષણ કરનાર જમુના ટુડૂએ ઘણીવાર માફિયાઓનો જીવલેણ હુમલાઓનો સામનો કરવો પડ્યો છે પણ તેમણે હિંમત હારી નહોતી. વૃક્ષોના રક્ષણ પ્રત્યે તેમનો અતૂટ સમર્પણ અને હિંમતને જોઈને, લોકો તેમને 'લેડી ટારઝન' કહેવા લાગ્યા. પાછળથી ભારત સરકારે પણ તેમના યોગદાનને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા.

શું કહ્યું જમુના ટુડૂએ? 

રાષ્ટ્રપતિ ભવનમાં રાત્રિભોજન માટે આમંત્રણ મળ્યા બાદ જમુનાએ તેની ખુશીને વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે તે ખૂબ ખુશ છે. સન્માનરૂપે મળેલા આમંત્રણથી તેમને ઘણુ પ્રોત્સાહન મળશે, સાથે પર્યાવરણની રક્ષણ માટે અન્ય મહિલાઓને પણ પ્રેરણા મળશે. આ આમંત્રણ તેમના સંઘર્ષ અને નિઃસ્વાર્થ સેવાનો મોટો પુરાવો છે.

Tags :