Sports

IPL: ટ્રક ડ્રાઈવરના પુત્રને RCBએ 5.2 કરોડ આપ્યા, 1200 રૂપિયાના ભાડાના મકાનમાં રહે છે પરિવાર

By GS TEAM
18 Dec 20252 mins read
TukuTouch Logo
મધ્ય પ્રદેશના એક નાના ગામ બોરગાંવથી નીકળીને એક યુવા ક્રિકેટરે એવી સિદ્ધિ હાંસલ કરી છે જેનાથી સમગ્ર વિસ્તારને ગર્વ થઈ રહ્યો છે. IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)એ ટ્રક ડ્રાઈવરના પુત્ર મંગેશ યાદવને 5.2 કરોડમાં ખરીદ્યો છે. હવે મંગેશ દેશની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLમાં રમતો દેખાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPL: ટ્રક ડ્રાઈવરના પુત્રને RCBએ 5.2 કરોડ આપ્યા, 1200 રૂપિયાના ભાડાના મકાનમાં રહે છે પરિવાર

Mangesh Yadav: મધ્ય પ્રદેશના એક નાના ગામ બોરગાંવથી નીકળીને એક યુવા ક્રિકેટરે એવી સિદ્ધિ હાંસલ કરી છે જેનાથી સમગ્ર વિસ્તારને ગર્વ થઈ રહ્યો છે. IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB)એ ટ્રક ડ્રાઈવરના પુત્ર મંગેશ યાદવને 5.2 કરોડમાં ખરીદ્યો છે. હવે મંગેશ દેશની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLમાં રમતો દેખાશે. 

પરિવારમાં ખુશીનો માહોલ

IPL માટે મંગેશની પસંદગીથી તેના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. મંગેશ પોતાના માતા-પિતા અને ત્રણ બહેનો સાથે બે રૂમના 1200 રૂપિયાના ભાડાના ઘરમાં રહે છે. મર્યાદિત સંસાધનો અને આર્થિક સંકડામણ હોવા છતાં મંગેશે ક્યારેય પોતાના સપનાઓ સાથે સમાધાન ન કર્યું. તેની સખત મહેનત અને લગનનું જ પરિણામ છે કે, તે આજે કરોડોની IPL ડીલ હાંસલ કરી શક્યો છે. 

ટ્રક ડ્રાઈવર પિતાનો સંઘર્ષ

મંગેશના પિતા વ્યવસાયે ટ્રક ડ્રાઈવર છે. તેઓ મુંબઈની એક કંપનીમાં કામ કરે છે. મંગેશે પિતાએ કહ્યું કે, 'મારી ઓછી આવક હોવા છતાં મેં મારા પુત્રને હંમેશા આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યો.' પુત્રની સફળતા પર તેઓ ખૂબ જ ખુશ છે અને તેને તેમના જીવનની સૌથી મોટી સિદ્ધિ માની રહ્યા છે.

બાળપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હતો

મંગેશ યાદવના પિતાએ જણાવ્યું કે, મંગેશને બાળપણથી જ ક્રિકેટ રમવાનો શોખ રહ્યો છે. ગામના બાળકો સાથે રમીને પોતાની રમત નિખારી. તે ધીમે-ધીમે શાળા અને કોલેજ સ્તર સુધી પહોંચ્યો, તે સતત મહેનત કરતો રહ્યો. આ સફર દરમિયાન તેને ઘણી વખત આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ મંગેશે ક્યારેય હાર ન માની. 

મિત્રોનો ભરપૂર સાથ મળ્યો

મંગેશની આ સફરમાં તેના મિત્રોની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહી. તેના પિતાએ જણાવ્યું કે, જ્યારે-જ્યારે પૈસાની મુશ્કેલીઆવી ત્યારે તેના મિત્રો મદદ માટે આગળ આવ્યા. આ જ કારણ છે કે મંગેશ આજે આ સ્થાન પર પહોંચ્યો છે. પરિવાર માનવું છે કે, મિત્રોનો સાથ અને મંગેશની મહેનત આ સફળતાનું સૌથી મોટું કારણ રહ્યું.

આ પણ વાંચો: IPL ઓક્શનમાં રૂ. 25.20 કરોડમાં વેચાયેલો ખેલાડી 24 જ કલાકમાં 0 પર આઉટ! ફેન્સે બનાવ્યા મીમ્સ

ગામ અને જિલ્લામાં જશ્ન

મંગેશની IPLમાં પસંદગીના સમાચાર ફેલાતાં જ તેના ગામ અને જિલ્લાના લોકો તેને અભિનંદન આપવા માટે ઘરે પહોંચી રહ્યા છે. દરેક આ સિદ્ધિ પર ગર્વ અનુભવી રહ્યા છે. પરિવારને આશા છે કે મંગેશ આગળ જતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ દેશનું નામ રોશન કરશે.