Astro

IPL ઓક્શનમાં રૂ. 25.20 કરોડમાં વેચાયેલો ખેલાડી 24 જ કલાકમાં 0 પર આઉટ! ફેન્સે બનાવ્યા મીમ્સ

By GS TEAM
18 Dec 20252 mins read
TukuTouch Logo
IPL 2026ની હરાજીમાં ઈતિહાસ રચનાર ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન માટે છેલ્લા 24 કલાક કોઈ રોલરકોસ્ટર રાઈડથી ઓછા નહોતા રહ્યા. હરાજીમાં રેકોર્ડબ્રેક રકમ મેળવ્યાના 24 જ કલાક બાદ ગ્રીન મેદાન પર ખરાબ રીતે ફ્લોપ રહ્યો, જેના કારણે સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર આવી ગયું.

Summarized by AI; it may make mistakes. Check important info

IPL ઓક્શનમાં રૂ. 25.20 કરોડમાં વેચાયેલો ખેલાડી 24 જ કલાકમાં 0 પર આઉટ! ફેન્સે બનાવ્યા મીમ્સ

Cameron Green: IPL 2026ની હરાજીમાં ઈતિહાસ રચનાર ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન માટે છેલ્લા 24 કલાક કોઈ રોલરકોસ્ટર રાઈડથી ઓછા નહોતા રહ્યા. હરાજીમાં રેકોર્ડબ્રેક રકમ મેળવ્યાના 24 જ કલાક બાદ ગ્રીન મેદાન પર ખરાબ રીતે ફ્લોપ રહ્યો, જેના કારણે સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપૂર આવી ગયું. 

IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી

કેમેરોન ગ્રીનને કોલકાતા નાઈટ રાઈડર્સે 25.20 કરોડની ભારી રકમમાં ખરીદ્યો છે. આ સાથે જ તે મિશેલ સ્ટાર્કને પાછળ છોડીને IPL ઇતિહાસનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયો છે. KKRએ તેને પોતાની ટીમમાં સામેલ કરવા માટે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે કાંટાની ટક્કર લીધી હતી. 

હરાજીની ખુશી હજુ ઠંડી પણ નહોતી થઈ કે એડિલેડ ઓવલમાં રમાઈ રહેલા એશિઝ સીરિઝની ત્રીજી ટેસ્ટમાં ગ્રીનનું પ્રદર્શન ફ્લોપ રહ્યું. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરના લેન્થ બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કરતા ગ્રીન પોતાની કેચ આપી બેઠો. તે માત્ર બે બોલમાં 0 પર આઉટ થઈ ગયો. 25 કરોડના ખેલાડીને આ રીતે આઉટ થતા જોઈને ચાહકો દંગ રહી ગયા અને KKRના નસીબની પર કટાક્ષ કરવા લાગ્યા. 

KKRના ચાહકોને આપ્યો હતો આ મેસેજ

0 પર આઉટ થવાના થોડા કલાકો પહેલા જ ગ્રીને એક વીડિયોમાં પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે, 'નમસ્તે KKR ચાહકો, હું આ વર્ષે કોલકાતાનો હિસ્સો બનીને ખૂબ ખુશ છું. ઈડન ગાર્ડન્સના માહોલનો અનુભવ કરવા માટે આતુર છું. Ami KKR.'

આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાના ગ્રીનને રૂ 25.20 કરોડનો જેકપોટ

જોકે, ત્રીજી ટેસ્ટના પ્રથમ દિવસની રમત પૂરી થાય ત્યાં સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 326/8નો સન્માનજનક સ્કોર બનાવી લીધો છે, પરંતુ ચર્ચા ગ્રીનના '0' પર આઉટ થવાની જ થઈ રહી છે.