Get The App

898 વિકેટ લેનારા પૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું નિધન, રાજકોટમાં થયો હતો જન્મ: સચિન તેંડુલકર થયો ભાવુક

Updated: Jun 24th, 2025

GS TEAM

Google News
Google News
898 વિકેટ લેનારા પૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું નિધન, રાજકોટમાં થયો હતો જન્મ: સચિન તેંડુલકર થયો ભાવુક 1 - image
Images Sourse: IANS

Former India Spinner Dilip Doshi Passed Away: ભારતના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું સોમવારે (23મી જૂન) લંડનમાં 77 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું. સચિન તેંડુલકર સહિત ઘણાં દિગ્ગજોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 22મી ડિસેમ્બર 1947ના રોજ રાજકોટમાં જન્મેલા દિલીપ દોશીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોડેથી પ્રવેશ કર્યો હતો. પરંતુ તેમની ચોકસાઈ, ધીરજ અને હવામાં બોલ સ્પિન કરવાની ક્ષમતાથી ક્રિકેટર જગતમાં પોતાની અલગ છાપ છોડી હતી. 

સચિન તેંડુલકરે દિલીપ દોશી સાથેની પહેલી મુલાકાતને યાદ કરીને ભાવુક પોસ્ટ લખી

પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે 'X' પર લખ્યું, 'હું દિલીપ ભાઈને પહેલી વાર 1990માં બ્રિટનમાં મળ્યો હતો અને તે પ્રવાસ દરમિયાન તેમણે મને નેટમાં બોલિંગ કરી હતી. તે મને ખૂબ પસંદ કરતા હતા અને હું તેમનો ખૂબ આદર પણ કરતો હતો. દિલીપ ભાઈ એક પ્રેમાળ વ્યક્તિ હતા, તેમની ખૂબ યાદ આવશે. હું તેમની સાથે ક્રિકેટ સંબંધિત વાતચીતને યાદ કરીશ. તેમના આત્માને શાંતિ મળે. ઓમ શાંતિ.'



દિલીપ દોશીનો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પ્રવેશ અને અદ્ભુત રેકોર્ડ

દિવંગત પૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયર ખૂબ જ શાનદાર હતું. તેમણે વર્ષ 1968-69માં ડેબ્યૂ કર્યું હતું અને 1986માં નિવૃત્તિ લેતા પહેલા કુલ 238 ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યા હતા. આ સમય દરમિયાન તેમણે કુલ 898 વિકેટ લીધી હતી. સ્થાનિક ક્રિકેટમાં તેમણે મુખ્યત્વે બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યાં તેઓ રણજી ટ્રોફીમાં ટીમ માટે મહત્ત્વપૂર્ણ ખેલાડી હતા. તે સૌરાષ્ટ્ર માટે પણ રમ્યા હતા. તેમનો ઈગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં પણ પ્રભાવ હતો, જ્યાં તેઓ નોટિંગહામશાયર અને વોરવિકશાયર માટે રમ્યા હતા. નોટિંગહામશાયર સાથે ચાર સીઝનમાં તેમણે 44 ફર્સ્ટ ક્લાસ મેચમાં 157 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: દલિત યુવકો સાથે બર્બરતા: ઘાસ અને ગટરનું પાણી પીવા મજબૂર કર્યા, રાહુલ ગાંધીએ કહ્યું- દેશમાં મનુસ્મૃતિ નહીં ચાલે


દિલીપ દોશીની અદ્ભુત ક્રિકેટ કારકિર્દી રહી

વર્ષ 1979માં 32 વર્ષની ઉંમરે દિલીપ દોશીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેમણે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં તેમણે મેચમાં 8 વિકેટ લઈને પોતાની ક્ષમતા દર્શાવી હતી, જેમાં પહેલી ઈનિંગમાં 6 વિકેટનો સમાવેશ થાય છે. તે એવા 9 ભારતીય ખેલાડીઓમાંના એક છે જેમણે પોતાના ટેસ્ટ ડેબ્યૂમાં પાંચ વિકેટ લીધી છે. તેમણે 1979થી 1983 દરમિયાન ભારત માટે 33 ટેસ્ટ મેચ રમી હતી અને 114 વિકેટ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 6 વખત 5 વિકેટ લીધી છે. તેમની બોલિંગ સરેરાશ 3.71 અને ઈકોનોમી રેટ 2.25 હતી, જે તેમની ચોકસાઈ અને નિયંત્રણ દર્શાવે છે.

898 વિકેટ લેનારા પૂર્વ ક્રિકેટર દિલીપ દોશીનું નિધન, રાજકોટમાં થયો હતો જન્મ: સચિન તેંડુલકર થયો ભાવુક 2 - image




Tags :