Get The App

6, 6, 6, 6, 2, 6... IPLના સ્ટાર ખેલાડીએ ગુયાનામાં રમાતી ક્રિકેટ લીગમાં બોલરને ઝૂડી નાંખ્યો

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
6, 6, 6, 6, 2, 6... IPLના સ્ટાર ખેલાડીએ ગુયાનામાં રમાતી ક્રિકેટ લીગમાં બોલરને ઝૂડી નાંખ્યો 1 - image


Global Super League 2025: ગ્લોબલ સુપર લીગ 2025ની સેમિફાઇનલમાં શિમરોન હેટમાયરે બેટથી તબાહી મચાવી હતી. હોબાર્ટ હરિકેન્સ સામે ગુયાના એમેઝોન વોરિયર્સ તરફથી રમતા શિમરોન હેટમાયરે ફેબિયન એલનની એક જ ઓવરમાં 5 છગ્ગા સહિત 32 રન બનાવ્યા. ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં શિમરોન હેટમાયરે માત્ર 10 બોલમાં 39 રન બનાવીને ટીમની ફાઇનલમાં જગ્યા બનાવી દીધી છે.

શિમરોન હેટમાયરે એક જ ઓવરમાં આખી મેચ પલટી નાખી 

પહેલા બેટિંગ કરવા ઉતરેલી હોબાર્ટ હરિકેન્સની આખી ટીમ 16.1 ઓવરમાં 125 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. જવાબમાં ગુયાના એમેઝોન વોરિયર્સનો સ્કોર 9 ઓવરમાં 3 વિકેટે 43 રન પર હતો. ત્યાર બાદ જીતવા માટે 72 બોલમાં 82 રનની જરૂર હતી. સેમિફાઇનલ મેચના પ્રેશરના કારણે સ્કોર ખૂબ જ પડકારજનક હતો. જોકે, ત્યારે 3 વિકેટ પડ્યા બાદ શિમરોન હેટમાયર બેટિંગ કરવા આવ્યો. ત્યારે તેમણે 10મી ઓવરમાં આખી મેચ પલટી નાખી હતી.



હોબાર્ટ હરિકેન્સના ફેબિયન એલન બોલિંગ કરવા આવ્યો અને શિમરોન હેટમાયરે છગ્ગાનો વરસાદ કર્યો હતો. તેમણે લોંગ ઓન પર પહેલો છગ્ગો ફટકાર્યો. બીજા બોલ પર બાઉન્ડ્રીની ખૂબ નજીક ઊભેલા ઓડિન સ્મિથે તેનો કેચ છોડી દેતાં બોલ બાઉન્ડ્રીની પાર ગયો અને છગ્ગો ફટકાર્યો. તેમણે ત્રીજા અને ચોથા બોલ પર પણ છગ્ગો ફટકાર્યો. તે પાંચમા બોલ પર બે રન માટે દોડ્યો અને પછી ઓવરના છેલ્લા બોલ પર પણ છગ્ગો ફટકાર્યો હતો. તેમણે એક જ ઓવરમાં 5 છગ્ગાની મદદથી 32 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: બેંગ્લુરૂમાં નાસભાગનું ઠીકરું RCB પર ફોડાયું, મંજૂરી જ નહોતી આપી, કોહલીને પણ જવાબદાર ઠેરવ્યો

શિમરોન હેટમાયરે 10 બોલમાં 39 રનની વિસ્ફોટક ઇનિંગમાં 6 છગ્ગા ફટકાર્યા હતો. ગુયાના એમેઝોન વોરિયર્સે 17 ઓવરમાં 4 વિકેટે લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. હવે તે 18મી જુલાઈના રોજ ફાઇનલમાં રંગપુર રાઇડર્સનો સામનો કરશે.

શિમરોન હેટમાયર રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે

ઉલ્લેખનીય છે કે, શિમરોન હેટમાયર IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમે છે. તેને IPL 2025 માટે 11 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો. શિમરોન હેટમાયરની કુલ નેટવર્થ વિશે વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર, લગભગ 36થી 40 કરોડ રૂપિયા છે.
Tags :