FOLLOW US

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે પ્રથમ વનડે, રોહિતની ગેરહાજરીમાં હાર્દિક કેપ્ટન

ત્રણ વનડે સીરીઝનો પ્રથમ વનડે મુંબઈમાં રમાશે

શ્રેયસ અય્યર અને જસપ્રિત બુમરાહ ઈજાના કારણે સીરીઝમાંથી બહાર છે

Updated: Mar 17th, 2023

Image : BCCI

મુંબઈ, 17 માર્ચ 2023, શુક્રવાર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે સીરીઝની પ્રથમ વનડે મેચ આજે મુંબઈમાં રમાશે. આજે રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા કેપ્ટનશીપ કરતો જોવા મળશે. આ ઉપરાંત મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર અને ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઈજાના કારણે સીરીઝમાંથી બહાર છે.

ભારતની નજર ટેસ્ટ બાદ વનડે સીરીઝ પર રહેશે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી વનડે સિરીઝ શરૂ થશે. વનડે સીરીઝની પ્રથમ મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ શ્રેણીમાં 2-1થી હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયાનો ઇરાદો ઓસ્ટ્રેલિયાને પ્રથમ વનડેમાં હરાવીને સીરીઝમાં આગળ થવા પર રહેશે. જો કે ઓસ્ટ્રેલિયાની ટીમ ટેસ્ટ સીરીઝમાં મળેલી હારની નિરાશામાંથી બહાર આવવા માંગશે અને મેચ જીતવાના ઈરાદા સાથે ઉતરશે. આજની મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.

સૂર્યા અથવા રજત બંનેમાંથી એકને તક મળશે

રોહિત શર્માની ગેરહાજરીમાં શુભમન ગિલની સાથે ઈશાન કિશનને ઓપનિંગમાં તક મળવાનું લગભગ નિશ્ચિત છે. ઈજાગ્રસ્ત શ્રેયસ અય્યરની જગ્યાએ મિડલ ઓર્ડરને સંભાળવાની જવાબદારી સૂર્યકુમાર યાદવ અને રજત પાટીદારમાંથી કોઈ એકને આપવામાં આવી શકે છે. કેપ્ટન પંડ્યા પ્રથમ મેચમાં કેએલ રાહુલને વિકેટકીપર તરીકે તક આપી શકે છે. જો કે ઈશાન કિશન પણ વિકેટકીપિંગ સંભાળી શકે છે. આ સ્થિતિમાં રજત પાટીદારને પણ તક મળી શકે છે.

બંને દેશોની સંભવીત ઈલેવન

ભારતીય ટીમ

શુભમન ગિલ, ઈશાન કિશન (કિપર), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ/રજત પાટીદાર, કેએલ રાહુલ (કિપર), હાર્દિક પંડ્યા (સી), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ/વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી / ઉમરાન મલિક.

ઓસ્ટ્રેલિયન ટીમ

ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ (સી), માર્નસ લેબુશેન, મિશેલ માર્શ/માર્કસ સ્ટોઈનિસ, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી (કિપર), કેમરોન ગ્રીન, મિશેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા અને નાથન એલિસ.

Gujarat
News
News
News
Magazines