Get The App

વિરાટ' ના ફેન્સ પર કેપ્ટન સૂર્યા કેમ ગુસ્સે થયો? હાર્દિકને મેદાનમાં ગળે ભેટી પડ્યો હતો

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
વિરાટ' ના ફેન્સ પર કેપ્ટન સૂર્યા કેમ ગુસ્સે થયો? હાર્દિકને મેદાનમાં ગળે ભેટી પડ્યો હતો 1 - image


તસ્વીર All about Cricket


Virat Kohli : શુક્રવારે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ભારત અને નામિબિયા વચ્ચે રમાયેલી મેચમાં એક અજીબોગરીબ કિસ્સો બન્યો હતો. મેચ જ્યારે તેની ચરમસીમા પર હતી ત્યારે અચાનક વિરાટ કોહલીના નામની ટી-શર્ટ પહેરેલો એક ચાહક સુરક્ષા જવાનોને થાપ આપીને મેદાનની અંદર દોડી આવ્યો હતો.

હાર્દિક પંડ્યાનું ઉદાર વલણ

આ ચાહક મેદાનમાં ઘૂસીને સીધો જ હાર્દિક પંડ્યા પાસે પહોંચી ગયો હતો. સુરક્ષા જવાનો તેને પકડે તે પહેલા જ તે હાર્દિકને ભેટી પડ્યો હતો. હાર્દિક પંડ્યાએ પણ ખૂબ જ શાંતિથી અને પ્રેમથી આ ફેનને ગળે લગાવી લીધો હતો. જ્યારે સિક્યોરિટી ગાર્ડ્સ તેને ખેંચીને બહાર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે હાર્દિકે દરમિયાનગીરી કરી હતી અને સુરક્ષા જવાનોને વિનંતી કરી હતી કે તેની સાથે કડક વલણ ન અપનાવવામાં આવે.

આ પણ વાંચો : અમદાવાદના નરોડામાં LCB નો સપાટો, લાખોના વિદેશી દારૂ સાથે ત્રણ શખસો ઝડપાયા

સૂર્યકુમાર યાદવનો ગુસ્સો

એક તરફ હાર્દિક ચાહક પ્રત્યે નરમાશ બતાવી રહ્યો હતો, તો બીજી તરફ કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ ઘટનાથી અત્યંત ગુસ્સામાં જોવા મળ્યો હતો. સૂર્યા લાલચોળ થઈ ગયો હતો કારણ કે તેને ડર હતો કે અજાણ્યો વ્યક્તિ મેદાનની પિચ પર દોડી જશે તો પિચને નુકસાન થઈ શકે છે. જે મેચના પરિણામ પર અસર કરી શકે. ખેલાડીઓની સુરક્ષા અને પિચની જાળવણીને લઈને સૂર્યાએ મેદાન પર જ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

ભારતની સતત બીજી જીત અને હવે પાકિસ્તાન સામે જંગ

ભારતે આ મેચમાં નામિબિયાને 93 રનથી કારમો પરાજય આપીને ટૂર્નામેન્ટમાં પોતાની સતત બીજી જીત નોંધાવી છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ભારતીય ટીમ હવે આગામી 15 ફેબ્રુઆરીએ શ્રીલંકાના કોલંબોમાં પાકિસ્તાન સામે મહામુકાબલો રમવા માટે મેદાનમાં ઉતરશે.