Sports

સિરાજ વિરુદ્ધ કાર્યવાહી મુદ્દે ભડક્યો પૂર્વ ક્રિકેટર, કહ્યું- ગાળો આપનારાઓને કેમ છોડી મૂક્યા?

By GS TEAM
14 Jul 20253 mins read
TukuTouch Logo
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને લોર્ડ્સ ટેસ્ટ મેચ દરમિયાન બેન ડકેટની વિકેટની જોશમાં આવીને ઉજવણી કરવાની સજા મળી છે. ICCએ માત્ર સિરાજ પર દંડ નહીં પરંતુ તેને ડીમેરિટ પોઈન્ટ પણ આપ્યા છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલર સ્ટુઅર્ટ બ્રોડને ICCની આ નિર્ણય ગમ્યો નહીં. તેણે ભારતીય કેપ્ટન શુભમન ગિલનું ઉદાહરણ આપી ICCને કંસિસ્ટેન્ટ રહેવા કહ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

સિરાજ વિરુદ્ધ કાર્યવાહી મુદ્દે ભડક્યો પૂર્વ ક્રિકેટર, કહ્યું- ગાળો આપનારાઓને કેમ છોડી મૂક્યા?

                                                                                                                                                                                                                                                                         image source: IANS 

ENG vs IND: ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને લોર્ડ્સ ટેસ્ટ મેચ દરમિયાન બેન ડકેટની વિકેટની જોશમાં આવીને ઉજવણી કરવાની સજા મળી છે.  ICCએ માત્ર સિરાજ પર દંડ નહીં પરંતુ તેને ડીમેરિટ પોઈન્ટ પણ આપ્યા છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ બોલર સ્ટુઅર્ટ બ્રોડને ICCની આ નિર્ણય ગમ્યો નહીં. તેણે ભારતીય કેપ્ટન શુભમન ગિલનું ઉદાહરણ આપી ICCને કંસિસ્ટેન્ટ રહેવા કહ્યું. 

સ્ટુઅર્ટ બ્રોડે ઉઠાવ્યો સવાલ 

સ્ટુઅર્ટ બ્રોડે સિરાજને મળેલી સજા પર તેની પ્રતિક્રિયા સોશિયાલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેણે કહ્યું કે ICCએ બેવડું વલણ અપનાવુ ન જોઈએ. જો દંડ આપવો હોય તો બધાને આપવો જોઈએ. તેમણે પોસ્ટ કરતા લખ્યું કે ' મને તે વાહિયાત લાગ્યું કે સિરાજના અગ્રેસિવ સેલિબ્રેશન પર ICCએ 15%નો દંડ ફટકાર્યો છે અને ગિલ લાઇવ ટીવી પર ગાળો આપે છે અને પછી શું થયું?.કાં તો બંનેને સજા થવી જોઈએ અથવા તો બંનેમાંથી કોઈને સજા થવી જોઈએ નહીં. ખેલાડીઓ રોબોટ નથી અને ન તો તેઓ હોવા જોઈએ. 

આ પણ વાંચો : ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી વિરુદ્ધ ICCની કડક કાર્યવાહી, મેચ ફીસના 15 ટકા દંડ

ક્રિકેટર શુભમન ગિલની કેપ્ટન તરીકે પહેલી આ પહેલી ટેસ્ટ સીરિઝ છે. તે ત્રણે ટેસ્ટમાં ખૂબ અગ્રેસિવ જોવા મળ્યો છે. ખાસ કરીને લોર્ડ્સમાં ખૂબ અગ્રેસિવ નજર આવ્યો હતો. મેચના ત્રીજા દિવસે જૅક ક્રોલી સાથે બોલાચાલી પણ થઈ. તેની ઉગ્રતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા. તેના અગ્રેસનની તુલના વિરાટ સાથે પણ કરવામાં આવી. ખાસ કરીને કેપ્ટન બન્યા બાદ તે વિરાટની જેમ જ સેલિબ્રેશન કરતો દેખાયો હતો. 

ગિલની ઉગ્રતા પર સવાલ : સંજય માંજરેકર 

સંજય માંજરેકરનું કહેવું છે કે વિરાટ કોહલી જ્યારે  ગુસ્સામાં હોય છે ત્યારે તે તેનુ બેસ્ટ પ્રદર્શન દેખાડે છે. પણ ગિલ સાથે તેવું નથી થઈ રહ્યું. ઉગ્રતા તેની પર હાવી થઈ રહી છે. સંજયે કહ્યું ' ગિલ ચોથા દિવસની સાંજે જ્યારે ક્રીઝ પર આવ્યો, ત્યારે તે થોડો ગભરાયેલો દેખાયો, તેનું કારણ એ હતું કે ઇંગ્લેન્ડ તફરથી મળતો દબાણ , આક્રમક બોલિંગ. વિરાટ જેટલો ગુસ્સે થતો, તેનું પ્રદર્શન એટલું જ સારું થતું હતું. ધોની શાંત રહીને સારું પ્રદર્શન આપતો. ગિલને નક્કી કરવું પડશે કે બેટિંગમાં તેમના માટે શું સારું છે, શાંત રહેવું કે આક્રમક થવું. લોર્ડ્સ ટેસ્ટ મેચમાં ગિલના બેટથી વધારે રન નીકળ્યા નથી. તેણે પહેલી ઇનિંગમાં 16 અને બીજી ઇનિંગમાં માત્ર 6 રન બનાવ્યા. જોકે એજબેસ્ટન ટેસ્ટમાં તેણે બંને ઇનિંગમાં સદી ફટકારી હતી.