| Image:Twitter |
IPL 2023ની સીઝન જેમ જેમાં આગળ વધી રહ્યી છે તેમ તેમ મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સના દિલની ધડકન પણ વધી રહી છે. આ સિઝનની શરૂઆતથી જ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ધોનીની આ છેલ્લી IPL હોઈ શકે છે. જો કે હવે ધોની પણ ધીમે ધીમે ફેન્સને આ વિશે સંકેતો આપતા જોવા મળી રહ્યા છે.
ધોનીએ નિવૃત્તિનો પહેલો સંકેત મુંબઈમાં આપ્યો હતો
ધોનીએ નિવૃત્તિનો પહેલો સંકેત મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આપ્યો હતો. અહી ટીમ ઈન્ડિયા વર્ષ 2011માં વર્લ્ડ કપની ફાઈનલ મેચ જીતી હતી. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ પહેલા તેણે વાનખેડે સ્ટેડિયમ વિશે કહ્યું હતું કે આ સૌથી યાદગાર સ્થળોમાંથી એક છે આના વિશે વિચારો તો માત્ર વર્ષ 2011ની જીત જ નહીં પરંતુ જ્યારે અમે વર્ષ 2007માં જીત્યા બાદ ભારત પરત ફર્યા હતા ત્યારે અમને જે આવકાર મળ્યો હતો તે શાનદાર હતો. આ સ્ટેડિયમમાં જ્યાં ધોનીએ વર્લ્ડ કપ 2011ની ફાઈનલમાં છગ્ગો ફટકારીને ભારતીય ટીમને 28 વર્ષ બાદ બીજી વાર વનડેમાં વિશ્વ ચેમ્પિયન બનાવી હતી. આ છગ્ગાને યાદગાર રાખવા માટે મુંબઈ ક્રિકેટ એસોસિએશને વિજય સ્મારક બનાવવાનું નક્કી કર્યું હતું જેનું ઉદ્ઘાટન ધોનીએ કર્યું હતું.
Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો
ઈડન ગાર્ડન્સના મેદાન પર ખુબ જ ક્રિકેટ રમ્યો : ધોની
આ બાદ ધોની ફ્લેશબેકમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સના મેદાન પર ગયો હતો. મેચની શરૂઆત પહેલા તેણે કહ્યું હતું કે મેં આ મેદાન પર ખુબ જ ક્રિકેટ રમ્યો છું. મારી પાસે ખડગપુરમાં નોકરી હતી જે અહીંથી બે કલાક દૂર હતું. આ ઉત્સાહ અને પ્રેમ ત્યાંથી આવે છે. મેચ સમાપ્ત થયા પછી, તેણે કહ્યું હતું કે અહીંના લોકો મને ફેરવેલ આપવા માંગતા હતા. તેઓ ખુબ મોટી સંખ્યામાં અમને સમર્થન આપવા માટે મેદાનમાં આવ્યા હતા. હું તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું આશા રાખું છું કે આમાંથી મોટાભાગના લોકો આગલી વખતે KKRની જર્સી પહેરશે.
ધોનીને જયપુરમાં 183 રનની ઇનિંગ યાદ કરી
આ પછી ધોનીને જયપુરના સ્વાઇ માનસિંહ સ્ટેડિયમમાં પહોંચ્યા બાદ તેની 183 રનની ઇનિંગ યાદ કરી હતી. રાજસ્થાન સામેની મેચ હાર્યા બાદ ધોનીએ કહ્યું આ મારા માટે ખૂબ જ ખાસ જગ્યા છે. વિશાખાપટ્ટનમમાં મારી પ્રથમ વન-ડે સદી 10 મેચ રમ્યા બાદ આવી હતી પરંતુ મેં આ મેદાન પર જે 183 રન બનાવ્યા હતા તેનાથી મને વધુ એક વર્ષ ક્રિકેટ રમવા માટે તક મળી હતી. હું અહીં ફરીથી આવીને ખૂબ જ ખુશ છું અને મને સારુ લાગ્યુ છે.


