VIDEO: ઇંગ્લૅન્ડ હાર્યું પણ આ ખેલાડીએ દિલ જીત્યા, ખભામાં ફ્રેક્ચર થતાં એક હાથે બેટિંગ કરવા ઉતર્યો
IND vs ENG: ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ લંડનના ઓવલ મેદાનમાં રમાઈ હતી. જેમાં ભારતે 6 રનથી જીત મેળવી લીધી છે. આ રોમાંચક મેચમાં ઇંગ્લૅન્ડનો ફાસ્ટ બોલર ક્રિસ વૉકસ ઇજાગ્રસ્ત હોવા છતાં બીજી ઇનિંગની બેટિંગ કરવા ઉતર્યો હતો. આ મેચમાં ક્રિસ વોક્સે જે જુસ્સો બતાવ્યો હતો તેણે ચાહકોના દિલ જીતી લીધા હતા.
ખભામાં ફ્રેક્ચર છતાં એક હાથે બેટિંગ કરવા મેદાને ઉતર્યો
જણાવી દઈએ કે છેલ્લી ટેસ્ટ મેચમાં ભારતની પહેલી ઇનિંગ દરમિયાન ક્રિસ વોક્સને ફિલ્ડિંગ કરતી વખતે ડાબા ખભામાં ઈજા થઈ હતી, જેના કારણે તે ઇંગ્લૅન્ડની પહેલી ઇનિંગમાં પણ બેટિંગ કરવા નહોતો ઉતર્યો. પણ બીજી ઇનિંગમાં જો રૂટ આઉટ થયા પછી ઇંગ્લેન્ડની સ્થિતિ નબળી પડી. જ્યારે ઇજાગ્રસ્ત ક્રિસ વોક્સે બેટિંગ કરવાનો નિર્ણય લઈ લીધો હતો.
આ પણ વાંચો : IND vs ENG : ભારત-ઇંગ્લૅન્ડ ટેસ્ટ સીરિઝમાં રેકોર્ડની વણઝાર, 93 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ
દર્શકોએ ઊભા થઈને તેનું સ્વાગત કર્યું
ઇંગ્લૅન્ડની 8મી વિકેટ પડતાં ઇજાગ્રસ્ત ક્રિસ વોક્સ એક હાથે બેટિંગ કરવા માટે ઉતર્યો હતો. મેદાન પર આવતાં જ દર્શકોએ ઊભા થઈને તેનું સ્વાગત કર્યું અને મેચ પૂર્ણ થયા પછી પણ ભારતીય ખેલાડીએ પણ ક્રિસ વોક્સની પ્રશંસા કરી. ગૌતમ ગંભીર પણ આ ફાસ્ટ બોલરને પ્રોત્સાહન આપતો જોવા મળ્યો