ICC T20 World Cup 2026, Super 8 Match, Sri Lanka vs England : T20 વર્લ્ડકપ-2026ની સુપર-8માં ઈંગ્લેન્ડે શ્રીલંકાને 51 રન પરાજય આપ્યો છે. આ સાથે શ્રીલંકાએ આ વર્લ્ડકપમાં શરમજનક રેકોર્ડ નોંધાવ્યો છે. ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 9 વિકેટે 146 રન નોંધાવ્યા હતા, જેની સામે શ્રીલંકાની ટીમ માત્ર 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે.
ઈંગ્લેન્ડ તરફથી ફિલ સોલ્ટની ફિફ્ટી
ઈંગ્લેન્ડની આ બેટિંગ ઇનિંગ્સમાં ફિલ સોલ્ટે સૌથી વધુ 40 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા. જોસ બટલરે 14 બોલમાં 7 રન કર્યા હતા અને જેકબ બેથેલે 4 બોલમાં 3 રન નોંધાવ્યા હતા. ટોમ બેન્ટને 7 બોલમાં 6 રન બનાવ્યા જ્યારે કેપ્ટન હેરી બ્રૂકે 7 બોલમાં 1 ચોગ્ગા સાથે 14 રનનું યોગદાન આપ્યું હતું. સેમ કરને 11 બોલમાં 1 છગ્ગા સાથે 11 રન અને વિલ જેક્સે 14 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા. લિયામ ડોસને 11 બોલમાં 6 રન કર્યા હતા જ્યારે જેમી ઓવરટને 10 બોલમાં 1 છગ્ગા સાથે અણનમ 10 રન બનાવ્યા હતા. આ સિવાય જોફ્રા આર્ચર શૂન્ય રને આઉટ થયો હતો અને આદિલ રશીદે 1 બોલમાં અણનમ 1 રન કર્યો હતો.
શ્રીલંકા તરફથી દુનિથ વેલાલેગની ત્રણ વિકેટ
આ મેચમાં શ્રીલંકા તરફથી પાંચ મુખ્ય બોલરોએ બોલિંગ કરી હતી. દિલશાન મદુશંકાએ 4 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. દુનિથ વેલાલેગે સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે 4 ઓવરમાં 26 રન આપીને સૌથી વધુ 3 વિકેટ મેળવી હતી. મહીશ થીક્ષણાએ પણ શિસ્તબદ્ધ બોલિંગ કરતા 4 ઓવરમાં માત્ર 21 રન ખર્ચ્યા હતા અને 2 વિકેટ પોતાના નામે કરી હતી. દુષ્મંત ચમીરાને 4 ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ મળી હતી. રન આપવાની દ્રષ્ટિએ જોવામાં આવે તો દુશન હેમંથા સૌથી મોંઘો સાબિત થયો હતો, જેણે પોતાની 4 ઓવરમાં સૌથી વધુ 38 રન આપ્યા હતા અને તેને એક પણ વિકેટ મળી ન હતી.
આ પણ વાંચો : IPL 2026માં MS ધોની રમશે, CSKના CEOએ કરી પુષ્ટિ
શ્રીલંકન ટીમની શરમજનક બેટિંગ
શ્રીલંકાની ટીમ આ મેચમાં 16.4 ઓવરમાં 95 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓપનિંગ બેટર પાથુમ નિસાન્કાએ 8 બોલમાં 2 ચોગ્ગા સાથે 9 રન બનાવ્યા હતા, જ્યારે તેની સાથે આવેલ કામિલ મિશારાએ 23 મિનિટ ક્રિઝ પર વિતાવીને 11 બોલમાં 1 ચોગ્ગાની મદદથી 6 રન નોંધાવ્યા હતા. કુસલ મેન્ડિસે 4 બોલમાં 4 રન કર્યા હતા જેમાં 1 ચોગ્ગાનો સમાવેશ થાય છે. પવન રથનાયકે પોતાનું ખાતું ખોલાવી શક્યો નહોતો અને માત્ર 1 બોલ રમીને શૂન્ય રને આઉટ થયો હતો. દુનિથ વેલાલેગે 10 બોલમાં 2 ચોગ્ગાની મદદથી 10 રન ફટકાર્યા હતા. ટીમના મધ્યક્રમમાં કામિન્દુ મેન્ડિસે 11 બોલમાં 1 ચોગ્ગો અને 1 છગ્ગા સાથે 13 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન દાસુન શનાકાએ સૌથી વધુ રન બનાવ્યા હતા, તેણે 24 બોલમાં 1 ચોગ્ગો અને 2 છગ્ગાની મદદથી 30 રન કર્યા હતા. દુષાન હેમંથાએ 8 બોલ રમીને 5 રન બનાવ્યા હતા. દુષ્મન્થા ચમીરાએ 13 બોલમાં 6 રન નોંધાવ્યા હતા. મહેશ થીક્ષાના 8 બોલમાં 1 ચોગ્ગા સાથે 10 રન બનાવીને અણનમ રહ્યો હતો. દિલશાન મદુશંકા 2 બોલમાં શૂન્ય રને આઉટ થયો હતો. આ સિવાય ટીમમાં 2 રન એક્સ્ટ્રા (વાઈડ) તરીકે મળ્યા હતા.
ઈંગ્લેન્ડના વિલ જેક્સે 3 વિકેટ ઝડપી
આ મેચમાં ઈંગ્લેન્ડના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં વિલ જેક્સ સૌથી સફળ બોલર રહ્યો હતો જેણે ૪ ઓવરમાં ૨૨ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. જોફ્રા આર્ચરે ૩ ઓવર ફેંકી હતી અને ૨૦ રન આપીને ૨ વિકેટ મેળવી હતી. લિયામ ડોસને ૪ ઓવરના સ્પેલમાં ૨૭ રન આપ્યા હતા અને ૨ વિકેટ ઝડપી હતી. આદિલ રાશિદે ૩.૪ ઓવરમાં ૧૩ રન આપીને ૨ વિકેટ મેળવી હતી, જ્યારે જેમી ઓવરટને ૨ ઓવરમાં ૧૩ રન આપીને ૧ વિકેટ લીધી હતી. રન આપવાની દ્રષ્ટિએ જોઈએ તો લિયામ ડોસને સૌથી વધુ ૨૭ રન આપ્યા હતા, જોકે તેની ઈકોનોમી ૬.૭૫ ની હતી. બીજી તરફ વિલ જેક્સે ૨૨ રન અને જોફ્રા આર્ચરે ૨૦ રન ખર્ચ્યા હતા. આદિલ રાશિદ અને જેમી ઓવરટને સૌથી ઓછા એટલે કે ૧૩-૧૩ રન આપ્યા હતા. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે આખી બોલિંગ યુનિટે સંયુક્ત રીતે શ્રીલંકન બેટરો પર દબાણ બનાવી રાખ્યું હતું.
આ પણ વાંચો : રોહિત શર્મા પત્ની રિતિકા સાથે પહોંચ્યો શિખર ધવનના લગ્નમાં, વિરાટ કોહલીએ આપી શુભેચ્છા
શ્રીલંકાએ શરમજનક રેકોર્ડ નોંધાવ્યો
T20 વર્લ્ડકપ-2026ની સુપર-8માં આજની મેચમાં ઈંગ્લેન્ડે 9 વિકેટે 146 રન નોંધાવ્યા હતા, જેની સામે શ્રીલંકાની ટીમ 95 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે શ્રીલંકાએ આ વર્લ્ડકપમાં સૌથી શરમજનક રેકોર્ડ નોંધાવ્યો છે. આ વર્લ્ડકપમાં શ્રીલંકા પહેલી એવી ટીમ છે, જે સૌથી ઓછા સ્કોરમાં ઓલઆઉટ થઈ ગઈ છે.
આ પણ વાંચો : ક્રિકેટર હાર્દિક પંડ્યાએ એક્સ વાઈફ નતાશા સ્ટેનકોવિક અને દીકરાને આપી ચાર કરોડની ગિફ્ટ


