Get The App

IND vs ENG Test: ભારત વિરુદ્ધ ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, ત્રણ વર્ષ બાદ આ ઓલરાઉન્ડરની વાપસી, આ ખેલાડીનું પત્તું કપાયું

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
IND vs ENG Test 1st test


IND vs ENG Test 1st test: લીડ્સ (હેડિંગ્લી) ખાતે ભારત સામેની પ્રથમ ટેસ્ટ મેચ માટે ઇંગ્લેન્ડે પોતાની ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. 14 સભ્યોની ટીમમાં ફાસ્ટ બોલર જેમી ઓવરટને 3 વર્ષ પછી ટેસ્ટ ટીમમાં વાપસી કરી છે. ઓવરટન લાંબા સમયથી ટીમની બહાર હતો, જ્યારે ગુસ એટકિન્સનને તક મળી નથી.

ત્રણ વર્ષ બાદ ઓવરટનની વાપસી 

ઓવરટને છેલ્લે જૂન 2022 માં હેડિંગ્લી ખાતે ન્યૂઝીલેન્ડ સામે ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ મેચ રમી હતી. તાજેતરમાં, વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વનડે દરમિયાન, તેના જમણા હાથની ટચલી આંગળીમાં ફ્રેક્ચર થયું હતું, ત્યારબાદ ઇંગ્લેન્ડની મેડિકલ ટીમ તેની સ્થિતિ પર નજર રાખી રહી છે.

ઈંગ્લેન્ડની ટીમમાં આ ત્રણ મહત્ત્વપૂર્ણ ખેલાડીઓ સામેલ 

ઈંગ્લેન્ડની 14 સભ્યોની ટીમમાં ફાસ્ટ બોલર બ્રાઇડન કાર્સ, જેકબ બાથેલ અને ઓલરાઉન્ડર ક્રિસ વોક્સ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ ત્રણેય ખેલાડીઓ છેલ્લે ડિસેમ્બરમાં ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં જોવા મળ્યા હતા, જ્યારે કાર્સ અને વોક્સ તાજેતરમાં ઈજાને કારણે ઝિમ્બાબ્વે સામે રમી શક્યા ન હતા.

તેમજ પેસ બોલર ગુસ એટકિન્સન હેમસ્ટ્રિંગ ઈજાને કારણે આ વખતે ટેસ્ટ ભારત સામેની મેચ રમી નહિ શકે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ 20 જૂનથી લીડ્સના હેડિંગલી મેદાનમાં રમાશે.

ઇંગ્લેન્ડ અને ભારતની ટીમોમાં મોટા ફેરફારો

છેલ્લા 18 મહિનામાં ઇંગ્લેન્ડની ટીમમાં ઘણો ફેરફાર થયો છે. ભારતમાં ટેસ્ટ સિરીઝ 4-1થી હારી ગયા બાદ, ઘણા મોટા ખેલાડીઓ ટીમની બહાર હતા. ત્યાર પછી જેમ્સ એન્ડરસને ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. જોની બેયરસ્ટો, બેન ફોક્સ અને ઓલી રોબિન્સન પણ હવે ટીમમાં નથી.

જો ભારતીય ટીમની વાત કરીએ તો તેમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. રવિચંદ્રન અશ્વિન, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સિનિયર ખેલાડીઓ નિવૃત્તિ લઈ ચૂક્યા છે. હવે શુભમન ગિલ ભારતની ટેસ્ટ ટીમનો નવો કેપ્ટન બન્યો છે અને પહેલીવાર ટીમની જવાબદારી સંભાળશે.

આ પણ વાંચો: બેંગલુરુમાં વિક્ટરી પરેડ દરમિયાન નાસભાગની દુર્ઘટના બાદ BCCI મોટો નિર્ણય લેવાની તૈયારીમાં

ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમ

બેન સ્ટોક્સ (કેપ્ટન), શોએબ બશીર, જૈકબ બથેલ, હેરી બ્રુક, બ્રાઇડન કાર્સ, સેમ કૂક, ઝેક ક્રોલી, બેન ડકેટ, જેમી ઓવરટન, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ, જોશ ટંગ, ક્રિસ વોક્સ.

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, રિષભ પંત (વાઈસ-કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઇશ્વરન, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.

IND vs ENG Test: ભારત વિરુદ્ધ ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની ટીમ જાહેર, ત્રણ વર્ષ બાદ આ ઓલરાઉન્ડરની વાપસી, આ ખેલાડીનું પત્તું કપાયું 2 - image

Tags :