Get The App

પાકિસ્તાની ખેલાડીઓના સમર્થનમાં ઉતર્યો ઈંગ્લેન્ડનો હેરી બ્રૂક; જાણો શું છે 'ધ હન્ડ્રેડ વિવાદ', ભારત સાથે કનેક્શન

Updated: Feb 21st, 2026

GS TEAM

Google News
Google News
પાકિસ્તાની ખેલાડીઓના સમર્થનમાં ઉતર્યો ઈંગ્લેન્ડનો હેરી બ્રૂક; જાણો શું છે 'ધ હન્ડ્રેડ વિવાદ', ભારત સાથે કનેક્શન 1 - image

The Hundred Auction: ઈગ્લેંડની વન ડે અને ટી20 ટીમના કેપ્ટન હેરી બ્રુકે ધ હન્ડ્રેડને લઈને ઉઠેલા વિવાદ પર પોતાનો મત રાખ્યો છે. હેરી બ્રુકે કહ્યું છે કે જો પાકિસ્તાની ખેલાડીઓને આ વર્ષે ધ હન્ડ્રેડની હરાજીમાં નજર અંદાજ કરવામાં આવ્યા તો તે શરમજનક બાબત હશે.

ધ હન્ડ્રેડમાં પાકિસ્તાની ખેલાડીઓ પર બોલી નહીં લાગે તેવો દાવો

એક ખાનગી રિપોર્ટમાં કરાયેલા દાવા મુજબ ધ હન્ડ્રેડની ચાર ફ્રેન્ચાઇઝ, 2026 સીઝનની હરાજીમાં પાકિસ્તાની ખેલાડીઓ પર બોલી નહીં લગાવે, જેમાં IPL (ઈન્ડિયન પ્રીમિયર લીગ)ના માલિકોની ભાગીદારી છે. ધ હન્ડ્રેડની સીઝનમાં આ વર્ષે 21 જુલાઇ થી 16 ઓગસ્ટ સુધી મુકાબલા યોજાશે. જેમાં ખેલાડીઓના પગારમાં મસમોટો વધારો થાય તેવા સંકેત છે. 

IPL સાથે જોડાયેલી કંપનીઓની માલિકીની છે ટીમો

આઠમાંથી ચાર ટીમો, માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ, એમઆઈ લંડન, સધર્ન બ્રેવ અને સનરાઇઝર્સ લીડ્સ હવે આંશિક રીતે IPL સાથે જોડાયેલી કંપનીઓની માલિકીની છે. 2008 પછી IPL સાથે જોડાયેલી ફ્રેન્ચાઇઝમાં કોઈ પણ પાકિસ્તાની ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવતો નથી. તેનું મોટું કારણ ભારત પાકિસ્તાન વચ્ચેનો રાજનૈતિક તણાવ છે. હેરી બ્રુક પોતે આ વખતે સનરાઇઝર્સ લીડ્સમાંથી રમશે જેને પહેલા નોર્ધન સુપરચાર્જર્સ નામે ઓળખવામાં આવતું હતું. 

'કોઈ પણ પ્રકારનો બહિષ્કાર ન થવો જોઈએ'

ટી20 વર્લ્ડકપમાં શ્રીલંકા સામે ઈંગ્લેન્ડની સુપર 8 મેચ રમાવવાની છે. તે પહેલા યોજાયેલી પ્રેસ વાર્તામાં હેરી બ્રુકે કહ્યું, 'અમારું ધ્યેય હાલ ટી20 વર્લ્ડ કપ પર છે, આ સીધી રીતે અમારો મામલો નથી, પણ પાકિસ્તાન ઘણા વર્ષોથી એક મહાન ક્રિકેટીંગ દેશ રહ્યો છે. હરાજીમાં તેમના 50-60 ખેલાડીઓ હશે તેમાંથી કોઈકને બહાર રાખવો નિરાશાજનક હશે. તે શાનદાર ખેલાડી છે, મોટી સંખ્યામાં દર્શક પણ લાવે છે. તેમના કારણે ટુર્નામેન્ટ વધી સારી બને છે. પૂર્વ ઈંગ્લેન્ડના કેપ્ટન માઈકલ વોને પણ કહ્યું કે ECB(ઈગ્લેંડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ)એ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ, આ પ્રકારની સ્થિતિને મંજૂરી ન મળવી જોઈએ, કોઈ પણ પ્રકારનો બહિષ્કાર ન થવો જોઈએ.

આ પણ વાંચો: મલાઇકા અરોરાએ નવા બોયફ્રેન્ડ સાથે વેલેન્ટાઈન ડે મનાવ્યો? સોશિયલ મીડિયામાં ફોટો થયો વાઈરલ

ક્યારે છે હરાજી?

ધ હન્ડ્રેડની પહેલી હરાજી 11 માર્ચે મહિલા તેમજ 12 માર્ચે પુરુષ ટીમ માટે થશે.  IPLમાં હિસ્સો ધરાવનાર ચાર ફ્રેન્ચાઇઝ પાકિસ્તાની ખેલાડીઓ પર હરાજી લગાવે છે કે નહીં તે જોવું રહ્યું, ક્રિકેટ જગત અને ચાહકોની નજર વર્લ્ડ કપ બાદ આ હરાજી પર ટકેલી છે.