Get The App

'IPL દરમિયાન દુષ્કર્મ આચર્યું...', RCBના સ્ટાર ક્રિકેટરની મુશ્કેલી વધી, વધુ એક યુવતીની FIR

Updated: Jul 25th, 2025

GS TEAM

Google News
Google News
'IPL દરમિયાન દુષ્કર્મ આચર્યું...', RCBના સ્ટાર ક્રિકેટરની મુશ્કેલી વધી, વધુ એક યુવતીની FIR 1 - image


Yash Dayal Rape Case: અલ્લાહાબાદ હાઈકોર્ટ દ્વારા હાલમાં જ મોટી રાહત મળ્યા બાદ ક્રિકેટર યશ દયાલ વિરૂદ્ધ વધુ એક યુવતીએ દુષ્કર્મનો કેસ નોંધાવ્યો છે. એવામાં ક્રિકેટર પર ફરી સંકટના વાદળો ઘેરાયા છે. જયપુરના સાંગાનેર પોલીસ સ્ટેશનમાં આ મામલે એફઆઈઆર નોંધાઈ છે. યુવતીનો આરોપ છે કે, ક્રિકેટમાં કરિયર બનાવી આપવાની લાલચ આપી બ્લેકમેઈલ કરવામાં આવી હતી. તેના પર બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું. યુવતી ક્રિકેટ રમતી વખતે યશ દયાલના સંપર્કમાં આવી હતી. 

બે વર્ષ પહેલાં જયપુરમાં પીડિતાની મુલાકાત યશ દયાલ સાથે થઈ હતી. તે સમયે તે સગીર હતી. આઈપીએલ મેચ રમવા યશ દયાલ જયપુર આવ્યો હતો. યુવતીએ જણાવ્યું હતું કે, ક્રિકેટમાં કરિયર બનાવવાની સલાહ આપવાના બહાને યશ દયાલે તેને હોટલમાં બોલાવી હતી. આઈપીએલ-2025માં મેચ દરમિયાન સીતાપુરા સ્થિત એક હોટલમાં તેના પર દુષ્કર્મ કર્યું હતું. આ સિવાય પહેલાં પણ તેના પર દુષ્કર્મ કર્યું હતું. તે સમયે તે 17 વર્ષની હોવાથી પોલીસે યશ દયાલ વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ એફઆઈઆર નોંધી છે.

યશ દયાલ પર પ્રથમ એફઆઈઆર ક્યારે થઈ?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ (RCB) માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમતાં ક્રિકેટર યશ દયાલ વિરૂદ્ધ એક મહિલાએ કથિત યૌન શોષણ કરવાના આરોપસર જુલાઈમાં એફઆઈઆર નોંધાવી છે. આ એફઆઈઆર ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. યુવતીએ ક્રિકેટર પર લગ્નનું ખોટું વચન આપી આર્થિક, માનસિક અને શારીરિક શોષણ કર્યું હોવાનો આરોપ  મૂક્યો હતો.

આ પણ વાંચોઃ જ્યારે તૂટેલાં જડબાં સાથે મેદાનમાં ઉતર્યો ભારતીય ખેલાડી, હવે પંતે આવું કરી બતાવ્યું

હાઈકોર્ટે ધરપકડ પર રોક મૂકી

ગાઝિયાબાદના ઈન્દિરાપુરમ પોલીસ સ્ટેશનમાં 6 જુલાઈના રોજ એક મહિલાએ યશ દયાલ વિરૂદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે અલ્લાહાબાદ હાઈકોર્ટમાં અરજી થઈ હતી. અરજી પર સુનાવણી કરતાં અલ્લાહાબાદ હાઈકોર્ટે તેની ધરપકડ પર રોક લગાવી હતી. કોર્ટે મૌખિક ટીપ્પણી કરી હતી કે, બંને જણ પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતાં. આથી એવું ન કહી શકાય કે, લગ્નના બહાને સંબંધ બાંધ્યા હતાં.

યશ દયાલનું ક્રિકેટ કરિયર

યશ દયાલ આઈપીએલ-2025માં વિનર ટીમ આરસીબીનો હિસ્સો રહ્યો હતો. તેણે પાંચ મેચમાં 13 વિકેટ ઝડપી હતી. 2022માં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા તરફથી પણ રમી ચૂક્યો છે. ઘરેલુ ક્રિકેટમાં તે ઉત્તર પ્રદેશની ટીમમાંથી રમે છે. બાંગ્લાદેશ સીરિઝ અને બોર્ડર ગાવસ્કર સીરિઝ દરમિયાન ભારતીય ટીમમાં સામેલ થયો હતો. પરંતુ અત્યારસુધી કોઈ મેચ રમવાની તક મળી નથી. 27 વર્ષીય યશ દયાલે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 27 મેચમાં 84 વિકેટ ઝડપી છે. 


'IPL દરમિયાન દુષ્કર્મ આચર્યું...', RCBના સ્ટાર ક્રિકેટરની મુશ્કેલી વધી, વધુ એક યુવતીની FIR 2 - image

Tags :