Get The App

IND vs ENG : ચોથી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની ટીમમાં ફેરફાર, બશીરના સ્થાને આ નવા બોલરની એન્ટ્રી

Updated: Jul 15th, 2025

GS TEAM

Google News
Google News
IND vs ENG : ચોથી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની ટીમમાં ફેરફાર, બશીરના સ્થાને આ નવા બોલરની એન્ટ્રી 1 - image


India Vs England Fourth Test Match, England Playing-11 : ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ 23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમ ખાતે યોજાવાની છે, ત્યારે ઈંગ્લેન્ડની ટીમે ચોથી મેચ માટે પ્લેઈંગ-11ની જાહેરાત કરી છે, જેમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. લૉર્ડ્સ ટેસ્ટમાં શોએબ બશીરને આંગળીમાં ઈજા થતાં તે બીજી ઈનિંગમાં રમી શક્યો નથી. મેચ બાદ ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે કહ્યું કે, બશીરના આંગળીની સર્જરી કરાશે, તેથી તે આગામી બે ટેસ્ટ મેચમાં નહીં રમી શકે.

IND vs ENG : ચોથી ટેસ્ટ મેચ માટે ઈંગ્લેન્ડની ટીમમાં ફેરફાર, બશીરના સ્થાને આ નવા બોલરની એન્ટ્રી 2 - image

બશીરના સ્થાને ડૉસન

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે બશીરના સ્થાને લિયાન ડૉસન (Liam Dawson)ને સામેલ કર્યો છે. 25 વર્ષિય ઓલરાઉન્ડર ડૉસને ત્રણ ટેસ્ટ, છ વન-ડે અને 14 ટી20 મેચ રમી છે. ડૉસને ભારત વિરુદ્ધ ચેન્નાઈમાં રમાયેલી ટેસ્ટ મેચથી ડેબ્યૂ કર્યું હતું. 16 ડિસેમ્બર-2016માં રમાયેલી મેચમાં ડૉસને અણનમ 66 તેમજ શૂન્ય રન અને કુલ બે વિકેટ ઝડપી હતી. આ મેચમાં કરૂણ નાયરે 303 રન નોંધાવ્યા હતા. મેચમાં ભારતે સાત વિકેટે 759 રને ઈનિંગ ડિક્લેર કરી હતી. તે પહેલા ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 477 અને બીજી ઈનિંગમાં 207 રન નોંધાવાત ઈંગ્લેન્ડની 75 રને હાર થઈ હતી.

આ પણ વાંચો : બુમરાહ અને પંત 'આઉટ', આ 3 ખેલાડીઓની એન્ટ્રી: ચોથી ટેસ્ટમાં આવી હોઈ શકે છે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11

ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની સીરિઝમાં અત્યાર સુધીમાં ત્રણ ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાંથી ઈંગ્લેન્ડે બે જ્યારે ભારતે એક ટેસ્ટ મેચ જીતી છે. આગામી ચોથી ટેસ્ટ મેચ 23 જુલાઈએ માન્ચેસ્ટરમાં રમાવાની છે. ચોથી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11ની વાત કરીએ તો, ટીમમાં બેન સ્ટોક્સ (સલુકાની), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાયડન કાર્સ, ઝેક ક્રોલી, લિયામ ડોસન, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ, જોશ ટંગ, ક્રિસ વોક્સ સામેલ થઈ શકે છે.

આ પણ વાંચો : લૉર્ડ્સમાં ઈગ્લેન્ડ સામે ભારતની શરમજનક હાર, 193 રન ચેજ ન કરી શકી, જાડેજાની લડાયક બેટિંગ

Tags :