IND vs ENG: લોર્ડ્સ ટેસ્ટ માટે ઈંગ્લેન્ડે જાહેર કરી પોતાની પ્લેઈંગ 11, 4 વર્ષ બાદ ખતરનાક બોલરની એન્ટ્રી
IND vs ENG: ભારત સામે 10 જુલાઈથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ મેચ માટે ઇંગ્લેન્ડે પોતાની અંતિમ ઈલેવનની જાહેરાત કરી છે, જેમાં સૌથી મોટુ નામ જોફ્રા આર્ચરની વાપસીનું છે. લાંબા સમયથી ઈજાના કારણે બહાર રહેલા આર્ચરને આખરે ઈંગ્લેન્ડની ટીમમાં જગ્યા મળી ગઈ છે. આ ટેસ્ટ મેચ લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે અને આ સીરિઝ નિર્ણાયક સાબિત થઈ શકે છે, કારણ કે બંને ટીમને હવે એક-એક મેચ જીતી ચૂકી છે.
આર્ચરની ટીમમાં થઈ વાપસી
આર્ચરની વાપસી ઈંગ્લેન્ડની બોલિંગમાં એક નવું પરિણામ જોવા મળશે. તેની સ્પીડ, બાઉન્સ અને ચોકસાઈ ભારતીય બેટર માટે પડકારરુપ સાબિત થઈ શકે છે. આર્ચર છેલ્લે 2021ની ટેસ્ટ ક્રિકેટ રમ્યો હતો અને ત્યારબાદ ઈજાના કારણે સતત ક્રિકેટ મેદાનથી બહાર રહ્યો છે. તેની ફિટનેસ માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ હતું અને હવે ટીમ મેનેજમેન્ટ તેને સીરિઝની સૌથી મહત્ત્વની મેચ માટે તે ફીટ માનવામાં આવે છે. પ્લેઇંગ ઇલેવનમાં તેની એન્ટ્રી જોશ ટંગની જગ્યા પર થઈ છે. એટલે કે, ટંગને લોર્ડ્સ ટેસ્ટમાંથી રજા આપવામાં આવી છે.
ઈંગ્લેન્ડની ટીમની જાહેરાત
ઇંગ્લેન્ડના જાહેર કરાયેલા પ્લેઇંગ 11: ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાઇડન કાર્સે, જોફ્રા આર્ચર, શોએબ બશીર.
30 વર્ષીય આર્ચરે 2019માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂ કરી હતી. ત્યારથી તેણે 13 ટેસ્ટ મેચોમાં 31.04 ની સરેરાશથી કુલ 42 વિકેટ લીધી છે.