આવા ચાન્સ વારંવાર નથી મળતા, હું હોત તો...' બ્રાયન લારાનો રૅકોર્ડ ન તોડતાં મુલ્ડર પર ભડક્યો ગેઇલ
Chris Gayle On Wiaan Mulder: દક્ષિણ આફ્રિકાના નવો ટેસ્ટ કૅપ્ટન વિઆન મુલ્ડર વેસ્ટ ઇન્ડીઝ સામે પોતાની 367 રનની ઐતિહાસિક ઇનિંગના કારણે ચર્ચામાં છે. યુવા કૅપ્ટન પાસે દિગ્ગજ બ્રાયન લારાનો 400 રનના અતૂટ રૅકોર્ડને તોડવાની સુવર્ણ તક હતી પરંતુ તેણે ઇનિંગ ડિક્લેર કરી દીધી. બાદમાં મુલ્ડરે કહ્યું કે, આ રૅકોર્ડ લારા જેવા દિગ્ગજ પાસે જ રહેવા દેવો જોઈએ. હવે 'યુનિવર્સ બોસ' ક્રિસ ગેઇલ તેના આ નિર્ણયથી નાખુશ છે. ક્રિસ ગેઇલે કહ્યું કે, મુલ્ડર 'ગભરાઈ' ગયો હતો, તેણે મોટી ભૂલ કરી. આવા ચાન્સ વારંવાર નથી મળતાં. તે કેવી રીતે ખુદ એક દિગ્ગજ બનશે.
ક્રિસ ગેઇલે પોતાના કરિયરમાં બે વખત ટ્રિપલ સેન્ચુરી ફટકારી છે
ગેઇલે કહ્યું કે, 'જો મને આ તક મળી હોત તો મેં 400 રન બનાવી દીધા હતા.' તમને જણાવી દઈએ કે, ગેઇલે પોતાના કરિયરમાં બે વખત ટ્રિપલ સેન્ચુરી ફટકારવાનું કારનામું કર્યું છે. તેણે શ્રીલંકા સામે 333 રન અને દક્ષિણ આફ્રિકા સામે 317 રન બનાવ્યા હતા.
આવા ચાન્સ વારંવાર નથી મળતા
ગેઇલે આગળ કહ્યું કે, 'આવા ચાન્સ વારંવાર નથી મળતા. તમને નથી ખબર કે તમે ફરી ક્યારે ટ્રિપલ સેન્ચુરી ફટકારી શકશો. જ્યારે પણ તમને આવી તક મળે ત્યારે તમે તમારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરો છો. પરંતુ તે ઉદાર હતો અને તેણે કહ્યું કે, તે ઇચ્છતો હતો કે, આ રૅકોર્ડ બ્રાયન લારાના નામે જ રહે. તે કદાચ ગભરાઈ ગયો હતો. તેને એ ન સમજાયું કે આવી સ્થિતિમાં શું કરવું જોઈએ.'
ગેઇલે આગળ કહ્યું કે, 'તમે 367 રન પર છો, તમે આપોઆપ રૅકોર્ડ માટે તક લેશો. જો તમે લિજેન્ડ બનવા માંગતા હોય, તો તમે લિજેન્ડ કેવી રીતે બનશો? તે ગભરાઈ ગયો અને બ્લંડર કરી.'
મુલ્ડરે બનાવ્યા અનેક રૅકોર્ડ
મુલ્ડરે ભલે વેસ્ટ ઇન્ડીઝ સામે પોતાના જ દેશના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારાનો રૅકોર્ડ તોડવાનો પ્રયાસ ન કર્યો હોય, પરંતુ તેણે 367 રનની અણનમ ઇનિંગથી ઘણા રૅકોર્ડ બનાવ્યા છે. આ તેના દેશની બહાર કોઈપણ બેટ્સમેનની સૌથી મોટી ટેસ્ટ ઇનિંગ છે. આ કોઈપણ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનની સૌથી મોટી ઇનિંગ છે. મુલ્ડરે 297 બોલમાં પોતાની ટ્રિપલ સેન્ચુરી પૂરી કરી. આ ટેસ્ટ ઇતિહાસમાં બીજી સૌથી ઝડપી ટ્રિપલ સેન્ચુરી છે. સૌથી ઝડપી ટ્રિપલ સેન્ચુરીનો રૅકોર્ડ વીરેન્દ્ર સેહવાગના નામે છે જેમણે દક્ષિણ આફ્રિકા સામે 278 બોલમાં પોતાની ટ્રિપલ સેન્ચુરી પૂરી કરી હતી.