ટેસ્ટ સીરિઝમાં ભારત માટે ખતરો બનશે ઈંગ્લેન્ડના આ 3 ખેલાડી, એકને તો 150 મેચ રમવાનો અનુભવ
India Tour Of England: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ટેસ્ટ સીરિઝમાં ઇંગ્લેન્ડની ટીમ પોતાની 'બેજબોલ' સ્ટાઈલમાં ટેસ્ટ ક્રિકેટ રમી શકે છે. જેનાથી ભારતે સાવધ રહેવાની જરૂર છે. એવામાં ઇંગ્લેન્ડના 3 ખતરનાક ખેલાડીઓ પર એક નજર કરીએ જે ભારત માટે ખતરો બની શકે છે.
1. જો રૂટ
આ હાઇ પ્રોફાઇલ 5 મેચની ટેસ્ટ સીરિઝમાં, ભારત માટે સૌથી મોટો ખતરો ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન અને તેજસ્વી બેટર જો રૂટથી રહેશે. જો રૂટનો ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ છે. તેણે ઈંગ્લેન્ડ માટે 153 ટેસ્ટ મેચમાં 13,006 રન બનાવ્યા છે. જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં 36 સેન્ચુરી અને 65 ફિફ્ટી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં જો રૂટનો બેસ્ટ સ્કોર 262 રન છે.
જો રૂટે પોતાતા ટેસ્ટ કરિયરમાં 6 વખત ડબલ સેન્ચુરી ફટકારી છે. જો રૂટે અત્યાર સુધીમાં ભારત સામે 30 ટેસ્ટ મેચમાં 2846 રન બનાવ્યા છે. તેમજ ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં 10 સેન્ચુરી અને 11 ફિફ્ટી ફટકારી છે. ભારત સામે જો રૂટનો હાઈએસ્ટ ટેસ્ટ સ્કોર 218 રન છે.
2. બેન સ્ટોક્સ
આ ઉપરાંત ભારત માટે બીજો ખતરો ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ બની શકે છે. બેન સ્ટોક્સ પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. તેણે ઈંગ્લેન્ડ માટે 111 ટેસ્ટ મેચમાં 6728 રન બનાવ્યા છે. બેન સ્ટોક્સે ટેસ્ટ ક્રિકેટમાં 13 સેન્ચુરી અને 35 ફિફ્ટી ફટકારી છે. ટેસ્ટ ક્રિકેટમાં બેન સ્ટોક્સનો બેસ્ટ સ્કોર 258 રન છે. બેન સ્ટોક્સે પોતાના ટેસ્ટ કરિયરમાં એકવાર ડબલ સેન્ચુરી પણ ફટકારી છે.
આ પણ વાંચો: 'IPL ખરેખર મુશ્કેલ છે...' છેલ્લી મેચમાં KKRના બોલરોની ધોલાઈ થતાં કેપ્ટન રહાણેનું નિવેદન
આ ઉપરાંત બેન સ્ટોક્સે 111 ટેસ્ટ મેચમાં 213 વિકેટ પણ લીધી છે. ભારતીય ટીમે બેન સ્ટોક્સથી સાવધ રહેવાની જરૂર છે. બેન સ્પિન અને ફાસ્ટ બોલર સામે સારી રીતે રમવામાં મહેર છે. બેન સ્ટોક્સે અત્યાર સુધીમાં ભારત સામે 21 ટેસ્ટ મેચમાં 972 રન બનાવ્યા છે. તેમજ ટેસ્ટ ક્રિકેટમાં 1 સેન્ચુરી અને 5 ફિફ્ટી ફટકારી છે. ભારત સામે બેન સ્ટોક્સનો ટેસ્ટ સ્કોર 128 રન છે. બેન સ્ટોક્સે ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં 40 વિકેટ લીધી છે.
3. જોફ્રા આર્ચર
ઇંગ્લેન્ડનો ખતરનાક ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર ટીમ ઇન્ડિયાના બેટર માટે મોટી સમસ્યા બની શકે છે. ઇંગ્લેન્ડની પીચ પર જ્યાં બોલ સ્વિંગ અને સીમ થાય છે, આવી સ્થિતિમાં જોફ્રા આર્ચર ખૂબ જ ખતરનાક બોલર બની જાય છે. જોફ્રા આર્ચરે ઈંગ્લેન્ડ માટે 13 ટેસ્ટ મેચમાં 42 વિકેટ લીધી છે. જોફ્રા આર્ચરે 8 ટેસ્ટ મેચમાં 30 વિકેટ લીધી છે. તેમજ તે ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો સૌથી મોટો મેચ વિનર છે.