Get The App

ઇંગ્લેન્ડ સામે દમદાર સદી ફટકારી શુભમન ગિલે ડોન બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યો, હવે કોહલી પર નજર

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
Shubman Gill ENG Vs IND Test 2


Shubman Gill ENG Vs IND Test 2: શુભમન ગિલે બુધવારે એજબેસ્ટન ટેસ્ટમાં ઇતિહાસ રચ્યો. તે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝની પહેલી અને બીજી મેચમાં સેન્ચુરી ફટકારનાર નવમો વિદેશી કેપ્ટન અને બીજો ભારતીય કેપ્ટન બન્યો છે. ડોન બ્રેડમેન (1938), ગેરી સોબર્સ (1966), મોહમ્મદ અઝહરુદ્દીન (1990) અને હવે ગિલ (2025)નો આ ખાસ ક્લબમાં સમાવેશ થાય છે.

ગિલે પહેલી બે ટેસ્ટ મેચમાં સેન્ચુરી ફટકારીને બનાવ્યો ખાસ રેકોર્ડ

તેમજ શુભમન ગિલે કેપ્ટન તરીકે પોતાની પહેલી બે ટેસ્ટ મેચમાં સેન્ચુરી ફટકારીને વધુ એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તે આવું કરનાર ચોથો ભારતીય કેપ્ટન બન્યો છે. આ યાદીમાં વિરાટ કોહલી (જેણે કેપ્ટન તરીકે પહેલી ત્રણ ટેસ્ટમાં સેન્ચુરી ફટકારી હતી), વિજય હજારે, સુનીલ ગાવસ્કર, શુભમન ગિલનો સમાવેશ થાય છે. એવામાં હવે જો ગિલ વધુ એક સેન્ચુરી ફટકારે છે, તો તે કોહલીના રેકોર્ડની બરાબરી કરી શકે છે.

એજબેસ્ટનમાં ગિલની ઇનિંગ્સ હજુ પણ ચાલુ

શુભમન ગિલે પોતાના ટેસ્ટ કેપ્ટનશીપ ડેબ્યૂમાં જ રેકોર્ડ બનાવવાનું શરુ કરી દીધું છે. હેડિંગ્લી ખાતેની પહેલી ટેસ્ટમાં 147 રન બનાવ્યા બાદ, તેણે બીજી ટેસ્ટ (એજબેસ્ટન)ના પહેલા દિવસે અણનમ 114 રન બનાવ્યા. જ્યારે ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં હતી ત્યારે તેની ઇનિંગે ભારતને 310/5 સુધી પહોંચાડ્યું.

આ પણ વાંચો: ઇંગ્લેન્ડના બોલરની હરકત સામે ભડક્યો શુભમન ગિલ, છેલ્લી ઘડીએ જુઓ શું કર્યું

કેપ્ટન તરીકે પ્રથમ બે ટેસ્ટમાં સેન્ચુરી ફટકારનાર ચોથો ભારતીય કેપ્ટન બન્યો ગિલ

ગિલ હવે કેપ્ટન તરીકે પ્રથમ બે ટેસ્ટમાં સેન્ચુરી ફટકારનાર ચોથો ભારતીય કેપ્ટન બન્યો છે. અગાઉ, આ સિદ્ધિ વિરાટ કોહલી, વિજય હજારે અને સુનીલ ગાવસ્કરે હાંસલ કરી હતી. આ ઉપરાંત, ગિલ એજબેસ્ટનમાં સેન્ચુરી ફટકારનાર બીજો ભારતીય કેપ્ટન (પ્રથમ વિરાટ કોહલી) અને ત્યાં 50+ રન બનાવનાર ત્રીજો ભારતીય કેપ્ટન (ધોની અને કોહલી સાથે) બન્યો.

ગિલે પોતાના શાનદાર પ્રદર્શનમાં વધુ એક રેકોર્ડ ઉમેર્યો. તે ઇંગ્લેન્ડ સામે સતત બે ટેસ્ટમાં સેન્ચુરી ફટકારનાર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે. તેના પહેલા, આ સિદ્ધિ વિજય હજારે (1951-52) અને મોહમ્મદ અઝહરુદ્દીન (1990)ને મળી હતી. વિજય હજારેએ 1951-52માં દિલ્હી અને બ્રેબોર્ન ખાતે સેન્ચુરી ફટકારી હતી અને અઝહરુદ્દીને 1990માં લોર્ડ્સ અને ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે સેન્ચુરી ફટકારી હતી.

ઇંગ્લેન્ડ સામે દમદાર સદી ફટકારી શુભમન ગિલે ડોન બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યો, હવે કોહલી પર નજર 2 - image
Tags :