Get The App

VIDEO : 4 સિક્સ, 2 ફોર, માત્ર 11 બોલમાં 38 રન... રાજસ્થાનના બેટરે મેદાનમાં મચાવી તબાહી

Updated: May 29th, 2026

GS TEAM

Google News
Google News
VIDEO : 4 સિક્સ, 2 ફોર, માત્ર 11 બોલમાં 38 રન... રાજસ્થાનના બેટરે મેદાનમાં મચાવી તબાહી 1 - image


RR Vs GT, Donovan Ferreira Batting Video : આઈપીએલ 2026ની ફાઈનલમાં જગ્યા બનાવવા માટે આજે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહેલા ક્વાલિફાયર-2 ના મહામુકાબલામાં રાજસ્થાનના બેટ્સમેન ડોનોવન ફેરેઇરાએ તોફાની બેટિંગ કરીને મેદાન ગજવ્યું છે. છેલ્લી ત્રણ ઓવરો બાકી હતી ત્યારે 8મા ક્રમે બેટિંગ કરવા ઉતરેલા આ ખેલાડીએ ગુજરાતના બોલરો પર આક્રમણ કરી દીધું હતું. તેણે મેદાનની ચારેય તરફ ચોગ્ગા અને છગ્ગાની હેલી સર્જીને રાજસ્થાનની ટીમને એક વિશાળ અને મજબૂત સ્કોર સુધી પહોંચાડી દીધી છે.

11 બોલમાં 38 રન ઠોકી દીધા

ફેરેઇરાએ ક્રીઝ પર આવતાની સાથે જ વિસ્ફોટક અંદાજ અપનાવ્યો હતો અને માત્ર 11 બોલનો સામનો કરીને પ્રચંડ 38 રન ફટકારી દીધા હતા. તેની આ આક્રમક ઈનિંગમાં 4 ગગનચુંબી સિક્સ અને 2 શાનદાર ફોરનો સમાવેશ થાય છે. તેની આ તોફાની બેટિંગના કારણે જ રાજસ્થાન રોયલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 214 રનનો મોટો સ્કોર ખડો કર્યો છે અને ગુજરાત ટાઈટન્સને જીતવા માટે 215 રનનો મુશ્કેલ ટાર્ગેટ આપ્યો છે.

આ પણ વાંચો : ઋષભ પંતે લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ છોડી, સ્વેચ્છાએ આપ્યું રાજીનામું?

વૈભવની પણ દમદાર બેટિંગ

આ મેચમાં રાજસ્થાન તરફથી ઓપનર વૈભવ સૂર્યવંશીએ પણ 96 રનની શાનદાર ઈનિંગ રમી હતી, પરંતુ અંતિમ ઓવરોમાં ફેરેઇરાએ કરેલી આ આતશબાજી મેચનું આકર્ષણ કેન્દ્ર બની રહી છે. સોશિયલ મીડિયા પર ફેરેઇરાની આ વિસ્ફોટક બેટિંગનો વીડિયો પણ જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગુજરાતના બોલર્સની લાઈન અને લેન્થ બગાડતો જોવા મળી રહ્યો છે. હવે આ મોટા લક્ષ્યનો પીછો કરવા માટે ગુજરાત તરફથી સાઈ સુદર્શન અને કેપ્ટન શુભમન ગિલ મેદાનમાં આવી ગયા છે.

આ પણ વાંચો : ‘જો અમારા ખેલાડીઓનો સામનો થયો તો...’ વૈભવ સૂર્યવંશીના પાકિસ્તાનીઓએ કર્યા વખાણ, આપ્યું નવું નામ