Get The App

VIDEO : દિગ્વેશ રાઠીની હરકત પર કોહલી ભડક્યો! રિષભ પંતે દખલ કરી મામલો થાળે પાડ્યો

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
VIDEO : દિગ્વેશ રાઠીની હરકત પર કોહલી ભડક્યો! રિષભ પંતે દખલ કરી મામલો થાળે પાડ્યો 1 - image


IPL 2025: IPL 2025માં લીગ સ્ટેજ મેચો લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમ વચ્ચે રમાયેલી મેચ સાથે સમાપ્ત થઈ, જેને RCB ટીમે 6 વિકેટથી જીતીને ક્વોલિફાયર-2 માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું. બીજી તરફ આ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમના બોલર દિગ્વેશ રાઠી જેની આ સિઝનમાં ખૂબ ચર્ચા થઈ, તેણે RCB સામેની મેચમાં એવી હરકત કરી કે, વિરાટ કોહલી પણ તેના પર ભડકી ગયો, જે તે સમયે ડ્રેસિંગ રૂમમાં બેઠો હતો. જોકે, લખનઉ ટીમના કેપ્ટન રિષભ પંતે યોગ્ય સમયે દખલ કરી મામલો થાળે પાડ્યો. 



દિગ્વેશ રાઠીની હરકત પર કોહલી ભડક્યો

RCBને લખનઉ સામેની મેચમાં 20 ઓવરમાં 228 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને તેણે 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. આ મેચમાં આરસીબી ટીમના કેપ્ટન જિતેશ શર્માની 33 બોલમાં 85 રનની અણનમ ઈનિંગ જોવા મળી હતી. બીજી તરફ આરસીબી જ્યારે ટાર્ગેટ ચેઝ કરી રહી હતી ત્યારે 17મી ઓવરમાં લખનઉ તરફથી સ્પિનર ​​દિગ્વેશ રાઠી બોલિંગ કરવા આવ્યો હતો, જેણે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર દિગ્વેશ રાઠીને રન આઉટ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ જ્યારે નિર્ણય થર્ડ અમ્પાયર પાસે ગયો, ત્યારે જિતેશ શર્માને નોટ આઉટ આપવામાં આવ્યો, બીજી તરફ આ પહેલા જ લખનઉ સુપર જાયન્ટ્સ ટીમના કેપ્ટન રિષભ પંતે મામલો સંભાળ્યો અને ખેલ ભાવના બતાવતા પોતાની અપીલ પાછી ખેંચી લીધી. આ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં બેઠેલો વિરાટ કોહલી પણ ખૂબ ગુસ્સે દેખાયો હતો, તેણે પોતાના હાથમાં રહેલી બોટલથી મારવાનો ઈશારો કર્યો હતો.

આ પણ વાંચો: RCB vs LSG : હાઇ સ્કોરિંગ મેચમાં બેંગલુરુની 6 વિકેટથી જીત, પંતની મહેનત એળે ગઇ, ટોપ-2માં પહોંચી RCB

આખી સીઝનમાં દિગ્વેશ રાઠી ચર્ચામાં રહ્યો

લખનઉ સુપર જાયન્ટ્સ ટીમે આ સીઝનનો અંત 7માં સ્થાન પર રહીને કર્યો, જેમાં તેણે 14 મેચોમાંથી 6 મેચમાં જીત હાંસલ કરી. લખનઉની ટીમનો કોઈ એક ખેલાડી સૌથી વધુ ચર્ચામાં રહ્યો હોય તો તે સ્પિનર દિગ્વેશ રાઠી છે, જે વિકેટ લીધા બાદ મેદાન પર સિગ્નેચર કરવાની નકલ કરતા જશ્ન મનાવતો દેખાયો હતો. બીજી તરફ પોતાની આ હરકતોના કારણે દિગ્વેશ રાઠીને એક મેચ ફી ગુમાવવી પડી હતી અને મેચ માટે પ્રતિબંધનો પણ સામનો કરવો પડ્યો હતો. 

Tags :