Get The App

આખરે ધોનીએ કરાવવી પડી ઘૂંટણની સર્જરી, IPLની પહેલી મૅચમાં થયો હતો ઈજાગ્રસ્ત

ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથે નિવેદન આપ્યુ હતું

ચેન્નઈ સુપર કિંગ્સ IPLમાં પાંચમી વખત ચેમ્પિયન બન્યુ હતું

Updated: Jun 1st, 2023

GS TEAM


Google News
Google News
આખરે ધોનીએ કરાવવી પડી ઘૂંટણની સર્જરી, IPLની પહેલી મૅચમાં થયો હતો ઈજાગ્રસ્ત 1 - image
Image : Twitter

IPL 2023માં ચેન્નઈ સુપર કિંગ્સને વિજેતા બનાવનાર કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આજે ઘૂંટણની સર્જરી કરાવી હતી. ધોનીની સર્જરી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં કરવામાં આવી હતી. IPLની 16મી સીઝનની પહેલી જ મેચ દરમિયાન કેપ્ટન ધોની ઈજાગ્રસ્ત થયો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ IPLમાં પાંચમી વખત ચેમ્પિયન બન્યુ હતું.

ચેન્નઈના સીઈઓ કાશી વિશ્વનાથે નિવેદન આપ્યુ

IPLની 16મી સીઝન દરમિયાન તમે મહેન્દ્ર સિંહ ધોનીને ઘણી વખત લંગડાતા ચાલતા જોવા મળ્યો હતો.  ધોની IPLની પ્રથમ મેચમાં જ ઈજાગ્રસ્ત થયો હતો પરંતુ તેણે તે સમયે કોઈ બ્રેક લીધો ન હતો. હવે IPLની સિઝન પૂરી થતાં જ તેને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો જ્યાં તેના ઘૂંટણની સર્જરી કરવામાં આવી છે. મીડિયાના સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ધોનીની સર્જરી સફળ રહી છે. આ ઉપરાંત ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથે ધોનીને આગામી સિઝનની મિની ઓક્શનમાંથી રાહત મળવા અંગે નિવેદન આપતા કહ્યું કે સાચું કહું તો અમે હજુ સુધી વિચાર્યું નથી અને તે ધોની પર નિર્ભર કરે છે કે તે આગળ શું નિર્ણય લેશે.

કોહલી, બાબર કે સૂર્યા નહીં, આ ખેલાડી બન્યો ક્રિકેટનો નવો કિંગ, ત્રણેય ફોર્મેટમાં દેખાડ્યો દમ

IPLની પ્રથમ મેચમાં ધોની ઈજાગ્રસ્ત થયો હતો

IPL 2023ની પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સ સામેની 19મી ઓવરમાં મહેન્દ્ર સિંહ ધોનીએ દીપક ચહરના બોલને રોકવા માટે ડાઈવ લગાવી હતી જેના પછી ધોની ઈજાગ્રસ્ત થયો. મેચ બાદ મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે ધોનીની ઈજા અંગે અપડેટ આપી હતી. IPL દરમિયાન પણ તે આખી સિઝનમાં તેના ઘૂંટણની આસપાસ પટ્ટી પહેરીને જોવામાં આવ્યો હતો અને કેટલીકવાર તે અટકી-એટકીને ચાલતો જોવા મળ્યો હતો.

ઘણા ખેલાડીઓએ ઘૂંટણની સર્જરી કરાવી છે

મહેન્દ્ર સિંહ ધોની પહેલા સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા અને રિષભ પંત પણ ઘૂંટણની સર્જરી કરાવી ચૂક્યા છે. સુરેશ રૈનાએ 2019માં ઘૂંટણની સર્જરી કરાવી હતી. રવિન્દ્ર જાડેજાએ ગયા વર્ષે ઘૂંટણની સર્જરી કરાવી હતી. આ ઉપરાંત 30 ડિસેમ્બરના રોજ ઋષભ પંતનો અકસ્માત થયો હતો. પંતે પણ મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ઘૂંટણની સર્જરી પણ કરાવી હતી. 

Tags :