આ ખેલાડીને ટીમ ઈન્ડિયામાંથી કાઢી મૂકવા ગિલ અને ગંભીરને અપીલ, રન ન બનાવતો હોવાની ફરિયાદ
Images Sourse: IANS |
IND VS ENG 4th Test: ભારતીય ટીમ 23મી જુલાઈથી માન્ચેસ્ટરમાં શરૂ થનારી ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ માટે તૈયારી કરી રહી છે. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર દીપ દાસગુપ્તાએ એન્ડરસન-તેંડુલકર ટ્રોફીમાં આ મેચ માટે ભારત કયા ફેરફારો કરી શકે છે તેના પર અભિપ્રાય આપ્યો છે. લોર્ડ્સમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતને 22 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો અને ઈંગ્લેન્ડ સીરિઝમાં 2-1થી આગળ છે. ત્યારે હવે આઠ વર્ષ પછી ટેસ્ટ ટીમમાં વાપસી કરનારા કરુણ નાયરના પ્રદર્શન પર સવાલો ઊભા થઈ રહ્યા છે.
કરુણ નાયરની જગ્યાએ આ ખેલાડીને સ્થાન મળવું જોઈએ
એક ઈન્ટરવ્યૂમાં પૂર્વ ભારતીય ક્રિકેટર દીપ દાસગુપ્તાએ ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરે અને ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલને અપીલ કરતા કહ્યું કે, 'તમે ટીમમાં એકથી વધુ ફેરફાર ઈચ્છતા નથી. જો તમારે એક ફેરફાર કરવાનો હોય, તો કરુણ નાયરની જગ્યાએ સાઈ સુદર્શનને સ્થાન આપવામાં આવે. કારણ કે કરુણ નાયર કોઈ રન બનાવી શક્યો નથી. તેણે શરૂઆત તો સારી કરી હતી,પરંતુ મોટા સ્કોરમાં ઊભો કરી શક્યો નહીં. આ ઉપરાંત તે ક્રીઝ પર પણ કમ્ફર્ટેબલ જોવા મળ્યો નથી.'
આ પણ વાંચો: શું બુમરાહ વગર ભારતીય ટીમના જીતવાના ચાન્સ ઘટી જાય છે? આંકડા તમને પણ વિચારતાં કરી દેશે
સાઈ સુદર્શન વીશે દીપ દાસગુપ્તાએ જણાવ્યું હતું કે, 'સાઈ સુદર્શન એક યુવાન ખેલાડી છે. ટેસ્ટ સીરિઝમાં આ યુવાન ખેલાડીને સ્થાન આપવું જોઈએ. કરુણ નાયરે બંને ટેસ્ટ મેચમાં શરૂઆત કરી છે પરંતુ તે એટલો પ્રભાવશાળી દેખાયો નથી. જો તમે ટીમને આગળ વધારવા માંગતા હોય, તો સાઈ સુદર્શન જેવા ખેલાડીની સ્થાન આપવું જોઈએ.'
કરૂણ નાયરે સીરિઝમાં કુલ 131 રન બનાવ્યા
આઠ વર્ષ પછી ટીમમાં પાછા ફર્યા બાદ જમણા હાથના બેટર કરુણ નાયર લીડ્સ ખાતેની પોતાની વાપસી ટેસ્ટમાં 0 અને 20 રન બનાવી ચૂક્યા છે. ત્યારબાદ તેણે એજબેસ્ટનમાં બીજી ટેસ્ટમાં 31 અને 26 અને લોર્ડ્સમાં 40 અને 14 રન બનાવીને સીરિઝમાં કુલ 131 રન બનાવ્યા છે. જોકે, આ આંકડા દર્શાવે છે કે તેને સારી શરૂઆત મળી છે.
ટેસ્ટમાં સાઈ સુદર્શન સારું પ્રદર્શન કેવું રહ્યું?
ઉલ્લેખનીય છે કે, લીડ્સમાં ટેસ્ટ ડેબ્યૂ કરનાર યુવા ખેલાડી સાઈ સુદર્શન સારું પ્રદર્શન કરી શક્યો ન હતો, તે પહેલી ઈનિંગમાં શૂન્ય અને બીજી ઇનિંગમાં 30 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારથી તે પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન મેળવી શક્યો નથી. સીરિઝમાં ફક્ત બે ટેસ્ટ મેચ બાકી હોવાથી, ટીમ મેનેજમેન્ટ પાસે હવે અનુભવી ખેલાડીઓ પર વિશ્વાસ કરવો જોઈએ કે યુવા પર આ નિર્ણય લેવો મુશ્કેલ છે.