Get The App

ડેવિડ મિલરે ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસની સૌથી ઝડપી સેન્ચુરી ફટકારી તોડ્યો સેહવાગનો રેકોર્ડ

Updated: Mar 6th, 2025

GS TEAM

Google News
Google News
ડેવિડ મિલરે ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસની સૌથી ઝડપી સેન્ચુરી ફટકારી તોડ્યો સેહવાગનો રેકોર્ડ 1 - image


Image: Facebook

David Millers Fastest Century: સાઉથ આફ્રિકાની ટીમનો બેટ્સમેન ડેવિડ મિલર એક વખત ફરીથી પોતાની ટીમ માટે આઈસીસી ટુર્નામેન્ટની નોકઆઉટ મેચમાં એકલો લડતો રહ્યો. તેણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તોફાની સદી ફટકારી પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં. એટલે સુધી કે તેણે ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસની સૌથી ઝડપી સદી ફટકારી, પરંતુ તેનાથી ટીમની કિસ્મત બદલાઈ નહીં. તે આઈસીસી વનડે ટુર્નામેન્ટની નોકઆઉટ મેચોમાં હંમેશાથી સારું પ્રદર્શન કરતો રહ્યો છે પરંતુ ટીમ દર વખતે હારતી રહી છે.

ડેવિડ મિલરે લગભગ 67 બોલમાં પોતાની સદી સેમિફાઈનલ મેચમાં પૂરી કરી, જે ચેમ્પિયન્સ ટ્રોફીના ઈતિહાસની સૌથી ઝડપી સદી છે. આ પહેલા વીરેન્દ્ર સહેવાગે ઈંગ્લેન્ડ વિરુદ્ધ કોલંબોમાં વર્ષ 2002માં 77 બોલમાં સદીની ઈનિંગ રમી હતી. જોશ ઈંગ્લિશે આ વર્ષે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફીની લીગ મેચમાં આટલા જ બોલમાં સદી ફટકારીને સેેહવાગની બરાબરી કરી હતી. 80 બોલ પર શિખર ધવને સાઉથ આફ્રિકા વિરુદ્ધ 2003માં કાર્ડિફમાં સદી ફટકારી હતી. શ્રીલંકાના તિલકરત્ને દિલશાને 2009માં સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ 87 બોલમાં સેન્ચુરી ફટકારી હતી.

ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી ઝડપી સદી (બોલના હિસાબે)

67 - ડેવિડ મિલર (SA) VS NZ, લાહોર, 2025

77- વીરેન્દ્ર સેેહવાગ (IND) VS ENG, કોલંબો RPS 2002

77- જોશ ઈંગ્લિશ (AUS) VS ENG, લાહોર, 2025

80- શિખર ધવન (IND) VS SA, કાર્ડિફ, 2013

87- તિલકરત્ને દિલશાન (SL) VS SA, સેન્ચુરિયન, 2009

ડાબા હાથનો બેટ્સમેન ડેવિડ મિલર હંમેશા ટીમ માટે આઈસીસી ઓડીઆઈ નોકઆઉટ મેચમાં ઊભો રહે છે, પરંતુ બીજી તરફથી તેને વધુ સાથ મળતો નથી અને ટીમ હારી જાય છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફી 2013 ની સેમિ ફાઈનલમાં તેણે 51 બોલમાં 56 રનની ઈનિંગ રમી હતી. વર્લ્ડ કપ 2015 ની સેમિ ફાઈનલમાં ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ તેણે 18 બોલમાં 49 રન બનાવ્યા હતાં. વર્લ્ડ કપ 2023 સેમિ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેણે 116 બોલમાં 101 રન બનાવ્યા હતા અને હવે લાહોરમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 67 બોલમાં 100 રન બનાવ્યા. જોકે, આ ચારેય તક પર સાઉથ આફ્રિકાની ટીમને હાર મળી છે.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીમાં હાર બાદ વધુ એક દિગ્ગજ ખેલાડીનો સંન્યાસ, કહ્યું - 'મને અહેસાસ થઈ ગયો..'

ડેવિડ મિલર આઈસીસી વનડે નોકઆઉટ મેચમાં

56* (51) VS ઈંગ્લેન્ડ, ધ ઓવલ, ચેમ્પિયન્સ ટ્રોફી 2013 સેમિ ફાઈનલ

49* (18) VS ન્યૂઝીલેન્ડ, ઓકલેન્ડ, વર્લ્ડ કપ 2015 સેમિ ફાઈનલ

101 (116) VS ઓસ્ટ્રેલિયા, કોલકાતા, વર્લ્ડ કપ 2023 સેમિ ફાઈનલ

100* (67) VS ન્યૂઝીલેન્ડ, લાહોર, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સેમિ ફાઈનલ

Tags :