Sports

AIએ હદ પાર કરી! ક્રિકેટર પ્રતિકા રાવલના ફોટા સાથે છેડછાડ મામલે ખળભળાટ, Grokને આપ્યું અલ્ટિમેટમ

By GS TEAM
5 Jan 20262 mins read
TukuTouch Logo
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટર પ્રતિકા રાવલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. ક્રિકેટર પ્રતિકા રાવલના ફોટા સાથે છેડછાડ કરીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાને લઈને ખળભળાટ મચ્યો છે. આ ઘટના પછી ચૂપ રહેવાની જગ્યાએ મહિલા ક્રિકેટરે ખુલીને પોતાની વાત રજૂ કરી હતી અને AIના દુરુપયોગ આકરા પ્રહાર કર્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

AIએ હદ પાર કરી! ક્રિકેટર પ્રતિકા રાવલના ફોટા સાથે છેડછાડ મામલે ખળભળાટ, Grokને આપ્યું અલ્ટિમેટમ

Cricketer Pratika Rawal On AI - Grok : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર બેટર પ્રતિકા રાવલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. ક્રિકેટર પ્રતિકા રાવલના ફોટા સાથે છેડછાડ કરીને સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાને લઈને ખળભળાટ મચ્યો છે. આ ઘટના પછી ચૂપ રહેવાની જગ્યાએ મહિલા ક્રિકેટરે ખુલીને પોતાની વાત રજૂ કરી હતી અને AIના દુરુપયોગ આકરા પ્રહાર કર્યા હતા.

ક્રિકેટર પ્રતિકા રાવલે Grokને આપ્યું અલ્ટિમેટમ

25 વર્ષીય પ્રતિકા રાવલે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં AI આસિસ્ટન્ટ પ્લેટફોર્મ Grok ને ટેગ કરીને અલ્ટિમેટમ આપ્યું હતું કે, તેના કોઈપણ ફોટા ભલે તે પહેલા પોસ્ટ કરવામાં આવ્યા હોય કે ભવિષ્યમાં શેર કરવામાં આવ્યા હોય પરવાનગી વિના બદલવા જોઈએ નહીં કે તેનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

પ્રતિકા રાવલે ડિજિટલ દુનિયામાં ગોપનીયતા, સંમતિ અને સન્માનના મહત્ત્વ પર ભાર મૂકતા કહ્યું કે, 'AI ટેકનોલોજીનો દુરુપયોગ એક ગંભીર અને ચિંતાજનક સમસ્યા બની ગઈ છે.' તેમના નિવેદનથી સોશિયલ મીડિયા પર ઓનલાઈન ગોપનીયતા અને AI એથિક્સને લઈને ચર્ચા શરૂ થઈ છે.

પ્રતિકાએ પોસ્ટમાં શું લખ્યું?

પ્રતિકા રાવલે તેના X એકાઉન્ટ પર લખ્યું કે, 'Grok, હું તમને મારા કોઈપણ ફોટા લેવાની, તેમાં ફેરફાર કરવાની કે એડિટ કરવાની પરવાનગી આપતી નથી. જો કોઈ ત્રીજો વ્યક્તિ મારા કોઈપણ ફોટાને એડિટ કરવાની વિનંતી કરે છે, તો કૃપા કરીને તેને તાત્કાલિક નકારી કાઢો.'

Grok ની પ્રતિક્રિયા

જેને લઈને Grok એ પણ જાહેરમાં આનો જવાબ આપતા કહ્યું કે, 'હું સમજું છું, પ્રતિકા. તમારી ગોપનીયતાનો સંપૂર્ણ આદર કરવામાં આવશે. તમારી સ્પષ્ટ પરવાનગી વિના તમારા કોઈપણ ફોટાનો ઉપયોગ, એડિટ અથવા મોડિફિકેશન કરવામાં આવશે નહીં.'

પ્રતિકા રાવલે પણ મેદાન પર પોતાના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. 2025ના મહિલા વર્લ્ડ કપમાં પ્રતિકાએ માત્ર 6 ઇનિંગ્સમાં 51.33 ની સરેરાશથી 308 રન બનાવ્યા. ન્યુઝીલેન્ડ સામે શાનદાર સદી અને ઓસ્ટ્રેલિયા સામે મહત્ત્વપૂર્ણ 75 રનની મદદથી તે ટુર્નામેન્ટમાં ભારતની બીજી સૌથી સફળ બેટર બની છે.

આ પણ વાંચો : VIDEO : 21 બોલમાં 10 સિક્સ... સાઉથ આફ્રિકામાં વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ

પ્રતિકા WPLમાં આ ટીમ તરફથી રમશે

બાંગ્લાદેશ સામેની અંતિમ લીગ મેચમાં ઘૂંટણમાં થયેલી ઇજાઓને કારણે પ્રતિકા સેમિફાઇનલ અને ફાઇનલ બંનેમાં રમી શકી નહીં. આમ છતાં, પ્રતિકાએ ભારતના ટાઇટલ વિજયમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. UP વોરિયર્સે પ્રતિકા રાવલને મહિલા પ્રીમિયર લીગ (WPL) 2026 માટે તેમની ટીમમાં સામેલ કરી છે. પ્રારંભિક રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યા બાદ તેણે અંતિમ એક્સિલરેટેડ રાઉન્ડમાં રૂ.50 લાખની બેઝ પ્રાઈસ પર હસ્તગત કરવામાં આવી હતી.

પ્રતિકા રાવલે વેસ્ટ ઈન્ડિઝ સામે 2024ની ODI સીરિઝમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. આજ સુધી તેણે 23 મહિલા ODI ઇનિંગ્સમાં 50.45ની સરેરાશ સાથે 1,110 રન બનાવ્યા છે અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 154 રન છે.