U19માં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત: ભારતે દક્ષિણ આફ્રિકાને 8 વિકેટે હરાવીને સીરિઝ પર કર્યો કબજો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Cricket Score Live: ભારતીય અંડર-19 ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ત્રણ મેચની ODI શ્રેણી રમી રહી છે. ત્યારે આજે (5 જાન્યુઆરી)એ યોજાયેલી બીજી મેચમાં ભારતના યુવા ખેલાડીઓએ 8 વિકેટે સાઉથ આફ્રિકાને હરાવી ધમાકેદાર પ્રદર્શન કર્યું. DLS મુજબ મળેલા ટાર્ગેટને ભારતીય અંડર 19 ટીમે આસાનીથી સર કરી સીરિઝ પર 2-0થી કબજો કર્યો છે.
દક્ષિણ આફ્રિકાએ 245 રન બનાવ્યા
દક્ષિણ આફ્રિકાનું પ્રદર્શન શરૂઆતથી ખરાબ રહ્યું, ઓપનર જોરિચ વાન શાલ્કવિકે 20 બોલમાં 10 અને અદનાન લગ્ડિયને 24 બોલમાં 25 રન બનાવ્યા, કેપ્ટન મોહમ્મદ બુલબુલિયા પણ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યો 14 બોલમાં 14 રન બનાવી આઉટ થયો. જો કે, ચોથા નંબર પર બેટિંગ કરતા જેસન રોલ્સે 113 બોલમાં 114 રન બનાવ્યા, જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. ડેનિયલ બોસમેને પણ 63 બોલમાં 31 રન જડી દીધા, આમ ધીમી શરૂઆત બાદ દક્ષિણ આફ્રિકાએ 49.3 ઓવરમાં 10 વિકેટે 245 રન બનાવ્યા. ભારત તરફથી કિશન સિંહે 8.3 ઓવરમાં 46 રન આપીને 4 વિકેટ લીધી, જ્યારે આરએસ એમ્બ્રીસે 2 વિકેટ તો દીપેશ દેવેન્દ્રને 1 વિકેટ ઝડપી.
DLS નિયમથી 175 રનનો ટાર્ગેટ મળ્યો
246 રનના લક્ષ્યનો પીછો કરવા ભારતીય ટીમે મજબૂત શરૂઆત કરી, જેમાં ઓપનર વૈભવ સૂર્યવંશીએ 24 બોલમાં 10 છગ્ગા અને 1 ચોગ્ગા સાથે 68 રન બનાવ્યા. એરોન જ્યોર્જે પણ 19 બોલમાં 20 રન બનાવ્યા. પણ ત્યારબાદ મેચમાં વરસાદી વિધ્ન આવ્યું હતું. જેથી થોડા સમય માટે મેચને અટકાવવામાં આવી હતી. જે બાદ DLS નિયમ મુજબ અમ્પાયરોએ ભારતને 27 ઓવરમાં 175 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
શ્રેણી પર 2-0થી પકડ
જેમાં વેદાંત ત્રિવેદીએ 57 બોલમાં 31 રન બનાવ્યા, જ્યારે અભિજ્ઞાન કુંડુએ 42 બોલમાં 48 રન બનાવી મેચને સરળતાથી જીતી લીધી. આ સાથે જ ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી આગળ રહી ટ્રોફી પર કબજો જમાવી લીધો છે.








