Get The App

પિતા શ્રમિક, પોતે સિક્યુરિટી ગાર્ડની કરી નોકરી, પછી મંગેતરની મદદથી બન્યો ક્રિકેટર: હવે IPLમાં એન્ટ્રી

Updated: Apr 15th, 2024

GS TEAM

Google News
Google News
પિતા શ્રમિક, પોતે સિક્યુરિટી ગાર્ડની કરી નોકરી, પછી મંગેતરની મદદથી બન્યો ક્રિકેટર: હવે IPLમાં એન્ટ્રી 1 - image


Shamar Joseph: IPL 2024ની 28ની મેચ  કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં લખનઉ તરફથી શેમર જોસેફે ડેબ્યુ IPLમાં કર્યું હતું. શેમર જોસેફ તેની શાનદાર સ્પીડ માટે જાણીતો છે. 

તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની  ટેસ્ટમાં શેમર જોસેફે 7 વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝને જીત અપાવી હતી. પરંતુ આ ખેલાડીની સફર ખૂબ જ મુશ્કેલીભરી રહી છે.

શેમરે પોતાની જૂની મેચો જોઈને બોલિંગ સુધારી

તેનો જન્મ 31 ઓગસ્ટ 1999ના રોજ ગયાનાના બરાકારા થયો હતો. વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ખેલાડી કર્ટલી એમ્બ્રોઝ અને કર્ટની વોલ્શ શેમર જોસેફના આદર્શ છે. તેના ગામમાં 2018 સુધી ઇન્ટરનેટ નહોતું. પરંતુ ત્યારબાદ શેમરે તેની જૂની મેચો જોઈને જ પોતાની બોલિંગ સુધારી હતી. 

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરવામાં કર્યો સંઘર્ષ 

શેમર જોસેફનો પરિવાર ખૂબ જ ગરીબ હતો. આથી તેને નાનપણમાં પિતા સાથે કામ કરવાની જરૂરીયાત ઉભી થઇ હતી. તે તેના ક્રિકેટ કરિયર પહેલા સિક્યુરિટી ગાર્ડ તરીકે પણ કામ કરતો હતો. 

શેમર જોસેફ પાસે શરૂઆતમાં ક્રિકેટ બોલ પણ નહોતો. તેમજ તેને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરતા પહેલા ઘણા સંઘર્ષનો સામનો કરવો પડ્યો હતો.

વેસ્ટ ઈન્ડિઝ માટે ટેસ્ટમાં કર્યું શાનદાર પ્રદર્શન 

તે સમયે તેના જીવનમાં લેડી લક આવતા શેમર જોસેફનું ભાગ્ય બદલાવા લાગ્યું. શેમરે તેની ગર્લફ્રેન્ડ સાથે સગાઇ બાદ સિક્યોરિટી ગાર્ડની નોકરી છોડીને ક્રિકેટ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું હતું. પરંતુ આ ખેલાડીએ હાર માની નહીં. વેસ્ટ ઈન્ડિઝ માટે ટેસ્ટ રમ્યા બાદ હવે તેને આઈપીએલમાં ડેબ્યૂ કરવાની તક મળી છે.

રોમારિયો શેફર્ડે કરી મદદ

જો કે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એન્ટ્રી મેળવવી સરળ નથી. જેના માટે શેમરની મદદ વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર રોમારિયો શેફર્ડે કરી હતી. શેફર્ડે ગયાના ક્રિકેટ ટીમના હેડ કોચ અને કેપ્ટન સાથે શેમરની મુલાકાત કરાવી હતી. જેના કારણે ક્લબ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શનના કારણે શેમરને વેસ્ટ ઈન્ડિઝના ટેસ્ટ મેચમાં રમવાનો મોકો મળ્યો હતો. તેમાં તેણે સાત વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. 

પિતા શ્રમિક, પોતે સિક્યુરિટી ગાર્ડની કરી નોકરી, પછી મંગેતરની મદદથી બન્યો ક્રિકેટર: હવે IPLમાં એન્ટ્રી 2 - image

Tags :