Get The App

ઓસ્ટ્રેલિયન બેટરે બેઈમાની કરી સદી ફટકારી? વાઈરલ VIDEO જોઈ લોકોનું માથું ચકરાયું!

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
ઓસ્ટ્રેલિયન બેટરે બેઈમાની કરી સદી ફટકારી? વાઈરલ VIDEO જોઈ લોકોનું માથું ચકરાયું! 1 - image


Alex Carey, Australia vs England: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એડિલેડ ટેસ્ટ મેચ અત્યારે એક મોટા વિવાદને કારણે ચર્ચામાં આવી છે. આ વિવાદનું કેન્દ્ર ઓસ્ટ્રેલિયન વિકેટકીપર બેટ્સમેન એલેક્સ કેરી બન્યો છે. સોશિયલ મીડિયા પર મેચનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એલેક્સ કેરીને મળેલા 'જીવનદાન' પર સવાલો ઉઠી રહ્યા છે અને ક્રિકેટ પ્રેમીઓ આશ્ચર્યમાં મુકાયા છે.



DRS અને અલ્ટ્રા એજમાં ગરબડ

મેચ દરમિયાન ઈંગ્લેન્ડના ખેલાડીઓએ એલેક્સ કેરી વિરુદ્ધ કેચની જોરદાર અપીલ કરી હતી. ઈંગ્લેન્ડની ટીમ આ કેચ અંગે ઘણી આત્મવિશ્વાસમાં જણાતી હતી, પરંતુ જ્યારે મામલો DRS (Decision Review System) સુધી પહોંચ્યો ત્યારે કંઈક અજીબ જોવા મળ્યું. અલ્ટ્રા એજમાં બોલ બેટની નજીક પહોંચે તે પહેલા જ 'સ્પાઇક' (સિગ્નલ) જોવા મળ્યું હતું, જ્યારે વીડિયો ફૂટેજમાં બોલ અને બેટ વચ્ચે સ્પષ્ટ અંતર દેખાતું હતું. આ ટેકનિકલ વિરોધાભાસને જોતા અમ્પાયરોએ કેરીને 'નોટ આઉટ' જાહેર કર્યો હતો. આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર ફેન્સ અમ્પાયરિંગ અને ટેકનોલોજી પર નિશાન સાધી રહ્યા છે.

જીવનદાનનો ફાયદો ઉઠાવી ફટકારી સદી

એલેક્સ કેરીએ એડિલેડમાં મળેલા આ વિવાદાસ્પદ જીવનદાનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. છઠ્ઠા ક્રમે બેટિંગ કરવા આવેલા કેરીએ શાનદાર બેટિંગ કરતા તેની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી સદી પૂરી કરી હતી. તેણે 143 બોલનો સામનો કરીને 74.12 ના સ્ટ્રાઈક રેટથી 106 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 1 આકર્ષક છગ્ગાનો સમાવેશ થાય છે. અંતે વિલ જેક્સે કેરીને જેમી સ્મિથના હાથે કેચ આઉટ કરાવીને તેની ઈનિંગનો અંત લાવ્યો હતો.

એલેક્સ કેરીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર એક નજર

એલેક્સ કેરીએ અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા માટે ત્રણેય ફોર્મેટમાં મહત્વનું યોગદાન આપ્યું છે:

ટેસ્ટ: 46 મેચોની 68 ઇનિંગ્સમાં 2205 રન (3 સદી, 12 અર્ધસદી).

વનડે: 85 મેચોમાં 35.07 ની સરેરાશથી 2245 રન (1 સદી, 13 અર્ધસદી).

T20I: 42 મેચોમાં 267 રન નોંધાવ્યા છે.

આ વિવાદે એશેઝ અને ટેસ્ટ ક્રિકેટમાં ટેકનોલોજીની ચોકસાઈ પર ફરી એકવાર ચર્ચા જગાવી છે.

Tags :