IND VS SA : પિચ કે બેટિંગ, કોલકાતા ટેસ્ટની હાર માટે કોણ જવાબદાર? જુઓ ગંભીરનો જવાબ

Coach Gautam Gambhir On India vs South Africa Test Match : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઈડન ગાર્ડન્સમાં રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતની હાર થાય છે. હાર બાદ પિચને લઈને વિવાદ ઊભો થયો છે, ત્યારે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. ગંભીરે કહ્યું છે કે, ટીમ ઈન્ડિયાને વિકેટની જરૂર હતી, તેવી પીચ હતી. આ ઉપરાંત તેના પર બેટિંગ કરવી પણ શક્ય હતી.
ઈડન ગાર્ડન્સની પીચ રમી શકાય તેવી હતી : ગૌતમ ગંભીર
ગૌતમ ગંભીરે કહ્યું કે, ‘ઈડન ગાર્ડન્સની પિચ અમારા માટે સારી હતી અને ક્યુરેટરને પણ અમારી ખૂબ મદદ કરી. આ પીચ પર ન રમી શકાય, તેવું બિલકુલ ન હતું.’ કોચે ભારતીય ક્રિકેટોને ટાંકીને કહ્યું કે, ‘જો આવી પીચે હોય તો ત્યાં રમવા માટે સ્કિલની નહીં, પરંતુ માનસિક દ્રઢતા રાખવી જરૂરી છે. આવી પીચ પર રમવા માટે દબાણ સહન કરવાની ક્ષમતા હોવી જોઈએ, માનસિક મજબૂતી પણ હોવી જોઈએ, ડિફેન્સ પણ ખૂબ મજબૂત હોવો જોઈએ. આવી પીચ પર રમવા માટે માનસિક રીતે મજબૂત રહેવું ખૂબ જરૂરી છે.’
ગંભીરે રાહુલ, બાવુમા અને વોશિંગ્ટનની પ્રશંસા કરી
ભારતીય કોચે વધુમાં કહ્યું કે, ‘પીચ પર રમવામાં કોઈ મુશ્કેલી ન હતી. મેચમાં મોટાભાગની વિકેટો ઝડપી બોલરોએ લીધી છે. અક્ષર અને બાવુમાએ રન બનાવ્યા છે. 40 વિકેટોમાંથી મોટાભાગની વિકેટો સીમરે લીધી છે.’ આ સાથે ગંભીરે કે.એલ.રાહુલ, ટેમ્બા બાવુમા અને વોશિંગ્ટન સુંદરની સારી બેટિંગની પ્રશંસા કરી છે.
પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતની 30 રને હાર
ઉલ્લેખનીય છે કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાનમાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી, જેમાં ભારતનો 30 રને પરાજય થયો છે. દક્ષિણ આફ્રિકાએ પ્રથમ ઈનિંગમાં 159 રન અને બીજી ઈનિંગમાં 153 રનમાં ઓલઆઉ થઈ ગઈ હતી, જ્યારે ભારત પ્રથમ ઈનિંગમાં 189 રનમાં અને બીજી ઈનિંગમાં માત્ર 93 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચમાં દક્ષિણ આફ્રિકાના બોલર સિમોન હારમરે કુલ આઠ વિકેટ ઝડપી હતી. ખાસ વાત એ છે કે, દક્ષિણ આફ્રિકાએ ભારતને ટેસ્ટ ક્રિકેટમાં તેના જ ઘરમાં હાર આપી છે. આ જીત સાથે જ દક્ષિણ આફ્રિકાએ 2 મેચોની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
આ પણ વાંચો : IND vs SA : પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાનો કારમો પરાજય, ખેલાડીઓની નિરાશાજનક બેટિંગ

