Get The App

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રોમાંચક બનશે, કારણ -પિચનો આ રિપોર્ટ

Updated: Mar 8th, 2025

GS TEAM


Google News
Google News
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રોમાંચક બનશે, કારણ -પિચનો આ રિપોર્ટ 1 - image


IND vs NZ Pitch Report: દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ 9 માર્ચે રમાશે. મેચ માટે હજુ સમય છે, પરંતુ તે પહેલાં મેચ કઈ પિચ પર રમાશે તે નક્કી થઈ ગયું છે. પિચ રિપોર્ટ સામે આવ્યા બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે તે સ્પિનરો માટે મદદરૂપ થશે કે બેટ્સમેનોનો હાવી રહેશે. ખાસ વાત એ છે કે, જે પિચ પર ફાઈનલ મેચ રમાશે તે નવી નથી. આ પહેલા આ જ પિચ પર એક લીગ મેચ રમાઈ ચૂકી છે, જેમાં ટીમ ઈન્ડિયાએ જીત હાંસલ કરી હતી. પિચ સામે આવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ રાહતનો શ્વાસ લીધો હશે. પરંતુ ન્યૂઝીલેન્ડને હરાવવું સરળ નહીં રહેશે.

ભારત vs પાકિસ્તાન મેચ વાળી પિચ પર જ રમાશે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ

અહેવાલ પ્રમાણે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઈનલ મેચ એ જ પિચ પર રમાશે જેનો ઉપયોગ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન થયો હતો. આ મેચ 23 ફેબ્રુઆરીના રોજ રમાઈ હતી અને ભારતે આ મેચ સરળતાથી જીતી લીધી હતી. એવી અપેક્ષા છે કે આ પિચ સ્પિનરો માટે મદદરૂપ થશે અને અહીં ખૂબ મોટો સ્કોર નહીં બનશે. પિચ ધીમી હશે, જે ભારત માટે સારી વાત છે. પરંતુ ન્યૂઝીલેન્ડ પાસે પણ કેટલાક સારા સ્પિનરો છે જે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. 

ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને કારમી હાર આપી હતી

ભારત vs પાકિસ્તાન વચ્ચેની મેચમાં પાકિસ્તાની કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં સઈદ શકીલ સિવાય અન્ય કોઈ પણ બેટ્સમેન 50નો આંકડો પણ પાર નહોતો કરી શક્યો. આ પિચ પર ભારતીય સ્પિનરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. કુલદીપ યાદવે ત્રણ વિકેટ ખેરવી હતી, જ્યારે અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજાએ પણ એક-એક વિકેટ લીધી હતી. એટલે કે કુલ પાંચ વિકેટ સ્પિનરોના ખાતામાં આવી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ત્રણ પેસર બોલર અને ત્રણ સ્પિનર ​​સાથે મેદાનમાં ઉતરી હતી, પરંતુ વરુણ ચક્રવર્તી પણ ભારતીય ટીમના પ્લેઈંગ ઈલેવનમાં આવી ગયો છે. જે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે. જો ન્યૂઝીલેન્ડના બેટ્સમેન વરુણ ચક્રવર્તીના ઈશારે નાચતા જોવા મળે તો તે કોઈ મોટી વાત નહીં હોય.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા ICC ટ્રોફી જીતવા અને પાકિસ્તાનીઓ પૈસા માટે...', દિગ્ગજ ખેલાડીનું ચોંકાવનારું નિવેદન

આ પિચ પર વિરાટ કોહલીએ સદી ફટકારી હતી

આ મેચમાં પાકિસ્તાનના 241 રનના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 42.2 ઓવરમાં જ 244 રન બનાવીને છ વિકેટે મેચ જીતી લીધી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ અણનમ 100 રન બનાવ્યા હતા અને શ્રેયસ ઐયરે 56 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા ભલે આ મેચ જીતી ગઈ, પણ પાકિસ્તાનના સ્પિનરોએ પણ સારી બોલિંગ કરી હતી. અબરાર અહેમદે 10 ઓવરમાં માત્ર 28 રન આપીને એક વિકેટ લીધી. તેથી ભારતે કાળજીપૂર્વક રમવું પડશે.

આ પિચ પર 50નો સ્કોર સુરક્ષિત

અત્યાર સુધીમાં દુબઈમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની તમામ મેચોમાં સ્પિનરોએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું છે અને કોઈ મોટો સ્કોર નથી બન્યો. દુબઈની આ પિચ પર સરેરાશ સ્કોર 246 રન રહ્યો છે, જે વનડેના હિસાબે ઘણો ઓછો છે. પિચ નક્કી થયા પછી હવે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે ટીમ ઈન્ડિયા ફરી એકવાર ચાર સ્પિનરો સાથે મેદાનમાં ઉતરશે. આવી સ્થિતિમાં ભારતની જીતની શક્યતા વધુ દેખાય રહી છે. હવે જોવાનું એ રહેશે કે મેચ દરમિયાન બંને કેપ્ટન કઈ રણનીતિ પર મેચ આગળ વધારશે. 

Tags :