સેમિફાઈનલમાં હાર્યા બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન થયો દુઃખી, નિરાશા સાથે ક્યાં થઈ ચૂક જણાવ્યું
Champions Trophy 2025: ભારતીય ટીમે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ફાઇનલમાં પહોંચી છે. 4 માર્ચના રોજ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ભારતને 265 રનનો ટાર્ગેટ હતો, જે તેણે 11 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો.
હાર બાદ સ્ટીવ સ્મિથ દેખાયો દુઃખી
ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ સેમીફાઈનલમાં હાર બાદ ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યો હતો. પેટ કમિન્સ ઈજાગ્રસ્ત હોવાના કારણે સ્મિથ આ ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપની જવાબદારી સંભાળી રહ્યો હતો. સ્મિથે કહ્યું કે, 'તે મુશ્કેલ વિકેટ હતી અને બેટિંગની સ્થિતિ સરળ ન હતી. જો મારી ટીમે 280થી વધુ રન બનાવ્યા હોત તો મેચનું પરિણામ અલગ હોત.'સ
સ્પિનરોએ ગેમ પર શક્ય થાય એટલું પ્રેશર બનાવ્યું
સ્ટીવ સ્મિથે આ બાબતે વધુમાં કહ્યું, 'મને લાગે છે કે બોલરોએ ખરેખર સારું કામ કર્યું, તેમણે સમગ્ર મેચ દરમિયાન સખત મહેનત કરી. સ્પિનરોએ ગેમ પર શક્ય થાય એટલું પ્રેશર બનાવ્યું. આ વિકેટ પર બેટિંગ કરવી મુશ્કેલ હતી અને કેટલીકવાર સ્ટ્રાઈક રોટેટ કરવી પણ મુશ્કેલ હતી. સાચું કહું તો આખી મેચ દરમિયાન વિકેટ એક જેવી જ રહી.'
સ્મિથે બેટિંગ બાબતે પણ વાત કરી
સ્મિથ કહે છે, 'બેટિંગ કરવી એ આસાન સ્થિતિ નહોતી. અમે કદાચ થોડા વધુ રન બનાવી શક્યા હોત. અમે મહત્ત્વના સમયે કેટલીક વિકેટો ગુમાવી હતી. જો અમે 280+ રન બનાવ્યા હોત, તો પરિણામ અલગ હોત. હંમેશા એવું લાગતું હતું કે અમે ગેમના દરેક તબક્કામાં એક વધુ વિકેટ ગુમાવી છે.'
આ પણ વાંચો: એ બધું મને નથી ખબર, એ તમારું કામ છે... ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ બોલ્યો કોહલી
અમારી બોલિંગ તદ્દન બિનઅનુભવી હતી
બોલિંગ વિષે વાત કરતા સ્મિથે કહ્યું, 'અમારી બોલિંગ તદ્દન બિનઅનુભવી હતી, પરંતુ તેઓએ આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. કેટલાક બેટરએ ખરેખર સારું પ્રદર્શન કર્યું અને મોટો સ્કોર બનાવ્યો. અમે ઈંગ્લેન્ડ સામેની મેચમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું હતું. કેટલાક શાનદાર પ્રદર્શનની ઝલક પણ જોવા મળી હતી. ચેન્જીંગ રૂમમાં કેટલાક બેસ્ટ ક્રિકેટરો હતા અને તેઓ વધુ સારા થતા રહેશે.'