FOLLOW US

નિવૃત્તિના સવાલ પર કેપ્ટન કૂલ ધોનીનું મોટું નિવેદન! ગુજરાત સામે જીત્યા બાદ કહી આ વાત

ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાતને હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું

મેચ બાદ ધોનીએ સમગ્ર ટીમ સાથે સ્ટાફના પણ વખાણ કર્યા

Updated: May 24th, 2023

Image:Twitter

IPL 2023માં કવોલિફાયર-1 મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ગઈકાલે ગુજરાત ટાઈટન્સને 15 રનથી હરાવી ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. પોસ્ટ મેચ બાદ ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમે મેળવેલી જીત વિષે વાત કરી હતી. શું ચેન્નઈની જનતા તેને ફરી આ મેદાન પર રમતા જોઈ શકશે આ સવાલ પર ધોનીએ કહ્યું કે હજુ મારી પાસે 8થી 9 મહિના છે.

ધોની દરેક બોલે ફિલ્ડીંગ બદલે છે

ધોનીએ પોસ્ટ મેચ બાદ વાતચીત દરમિયાન કહ્યું કે ટોસ હારવો ટીમ માટે સારું રહ્યું. આ દરમિયાન ધોનીએ ચેન્નઈના બોલિંગ કોચ ડ્વેન બ્રાવોડ અને એરિક સિમંસ સહિત તમામ સપોર્ટિંગ સ્ટાફના વખાણ કર્યા હતા. ધોની દરેક બોલ પર ફિલ્ડીંગ બદલતા હોય છે જેના વિષે ધોનીએ કહ્યું કે હું દરેક વખતે ફિલ્ડ ચેંજ કરું છું કારણ કે મને મારા પર વિશ્વાસ છે. હું સતત ફિલ્ડરોને કહું છું કે મારા ઉપર ધ્યાન રાખે.

IPL 2023માં આજે લખનઉ અને મુંબઈ વચ્ચે રમાશે એલિમેનેટર મેચ, જીતનાર ટીમ ગુજરાત સામે રમશે


રીટાયરમેંટ વિષે ધોનીએ શું કહ્યું?

ધોનીએ રીટાયરમેંટ વિષે ફ્વત કરતા કહ્યું કે નિર્ણય લેવા માટે હજુ મારી પાસે 8થી 9 મહિના છે. હું CSKની સાથે રહીશ. હું જાન્યુઆરીથી ઘરની બહાર હતો. માર્ચમાં મેં પ્રેક્ટિસ શરુ કરી હતી, હવે આગળ જોઈશું શું થાય છે. એમ.એસ ધોનીએ કહ્યું કે ઓક્શન ડિસેમ્બરમાં થશે, આવામાં તે આ વિષે વધુ નથી વિચારી રહ્યા. આ સાથે ધોનીએ સાફ કરી દીધું છે કે તે હાલ IPLથી રીટાયર થવાના મૂડમાં નથી.  

Gujarat
IPL-2023
Magazines