'બ્રોન્કો ટેસ્ટ રોહિત શર્માને વન-ડેમાંથી બહાર કરવાનું ષડયંત્ર...', પૂર્વ ક્રિકેટરનો દાવો
Manoj Tiwari On Bronco Test: પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીએ વિસ્ફોટક દાવો કરતાં કહ્યું કે, કોઈ છે જે રોહિત શર્માને પસંદ કરતુ નથી. તે નથી ઈચ્છતું કે, હિટમેન વનડે ટીમનો હિસ્સો બને. તેને ટીમમાંથી બહાર કરવા માટે ભારતીય ક્રિકેટમાં નવો બ્રોન્કો ટેસ્ટ કાયદો લાવવામાં આવ્યો. સામાન્ય રીતે રગ્બીના ખેલાડીઓએ આ ટેસ્ટ આપવી પડતી હોય છે. પરંતુ ટીમ ઈન્ડિયાના સ્ટ્રેન્થ એન્ડ કંડિશનિંગ કોચ એડ્રિય લે રૉક્સની દેખરેખમાં આ નિયમ લાગુ કરવામાં આવશે. હવે ટીમમાં સામેલ થવા માટે ખેલાડીઓએ યો-યો ટેસ્ટ, 2 કિમીની દોડ, અને બ્રોન્કો ટેસ્ટ પાસ કરવી પડશે.
મીડિયા રિપોર્ટમાં તિવારીએ દાવો કર્યો છે કે, બ્રોન્કો ટેસ્ટ લાવવાનો સમય અને આ ફિટનેસ ટેસ્ટ પર અનેક ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને ટીમ ઈન્ડિયા 2027 વર્લ્ડ કપની તૈયારી કરી રહી છે, ત્યારે આ ટેસ્ટ લાવવા પાછળના ઉદ્દેશની અનેક લોકો ટીકા કરી રહ્યા છે.
રોહિત શર્માને આઉટ કરવાનું ષડયંત્ર
મનોજ તિવારીએ આગળ કહ્યું કે, મને લાગે છે કે, વિરાટ કોહલીને 2027 વર્લ્ડ કપની યોજનામાંથી બહાર રાખવો મુશ્કેલ બનશે. જ્યારે રોહિત શર્મા અંગે અમુક વિચારી રહ્યા છે. ભારતીય ક્રિકેટમાં ઘણુ બધુ રંધાઈ રહ્યું છે. હું તેને નજીકથી જોઈ રહ્યો છું. મને વિશ્વાસ છે કે, આ બ્રોન્કો ટેસ્ટ કે, જેનો થોડા સમય પહેલાં અમલ શરૂ કરવામાં આવ્યો છે. તે રોહિત શર્મા જેવા ખેલાડીઓ માટે છે. કોઈ તો છે જે ઈચ્છતુ નથી કે, ભવિષ્યમાં તે ટીમનો હિસ્સો બને. આથી તેનો અમલ કરવામાં આવ્યો છે.
બ્રોન્કો ટેસ્ટનો વિચાર હાલ જ કેમ આવ્યો?
બ્રોન્કો ટેસ્ટની ટાઈમિંગ પર સવાલ ઉઠતાં તિવારીએ કહ્યું કે, સવાલ છે કે, હાલ જ કેમ? ત્યારે કેમ લાગુ ન કર્યો, જ્યારે નવા હેડ કોચ આવ્યા. અને પહેલી સીરિઝની જવાબદારી સંભાળી? આ કોનો આઈડિયા છે? કોણ લઈ આવ્યુ? થોડા દિવસ પહેલા જ આ બ્રોન્કો ટેસ્ટ લાગુ કોણે કર્યો? આ સવાલોના જવાબ મને મળી રહ્યા નથી. પરંતુ હું જોઈ રહ્યો છું કે, રોહિત શર્મા માટે મુશ્કેલી વધશે. કારણકે, તે પોતાની ફિટનેસ પર વધુ મહેનત કરતો નથી. મને લાગે છે બ્રોન્કો ટેસ્ટ તેને ટીમમાં સામેલ થતા અટકાવશે.