ટ્રાન્સજેન્ડર અભિનેત્રીનો ચોંકાવનારો દાવો- ટીમ ઈન્ડિયાના આ ક્રિકેટરે કર્યું હતું વન નાઈટ સ્ટેન્ડ
Bobby Darling And Munaf Patel: ટીમ ઈન્ડિયાને વર્ષ 2011માં વર્લ્ડ કપ જીતાડનારા બોલર મુનાફ પટેલ વિશે બોલિવૂડ એક્ટ્રેસ બોબી ડાર્લિંગે ચોંકાવનારો દાવો કર્યો છે. તેણે એક ઈન્ટરવ્યૂમાં મુનાફ સાથએ સંબંધ હોવાનો દાવો કર્યો છે. ભારતીય ક્રિકેટર સાથે વન નાઈટ સ્ટેન્ડ કર્યું હોવાનો દાવો કરતાં ક્રિકેટ જગતમાં ખળભળાટ મચ્યો છે.
બોબી ડાર્લિંગનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાઈરલ થયુ છે. તેણે જણાવ્યું કે, કેવી રીતે તેની મુનાફ પટેલ સાથે મિત્રતા થઈ હતી, અને તે મુનાફને પસંદ કરવા લાગી હતી.
બોબી ડાર્લિંગનો મોટો ખુલાસો
બોબી ડાર્લિંગે એક ઈન્ટરવ્યૂમાં મુનાફ પટેલ વિશે વાત કરતાં કહ્યું કે, અમે તે સમયે મિત્ર હતાં. અને એક ક્લબમાં મળ્યા હતાં. અમે સાથે ક્લબિંગ અને પાર્ટી કરી હતી. તે દરમિયાન અમુક લોકોએ અમને સાથે જોયા હતાં. અને ઘણાએ તો કીધુ હતું કે, હું મુનાફ પટેલને એક પાર્ટીમાં મળી હતી. તે સમયે તે ખૂબ ફ્લર્ટ કરતો હતો. તેણે મને સ્પષ્ટપણે કહી દીધુ હતું કે, હું ક્યારેય નહીં કહું કે આપણી વચ્ચે કોઈ સંબંધ હતો. પરંતુ મારૂ મન તેની સાથે લાગણીથી જોડાયેલુ જરૂર હતું. અમે એક-બીજાને મળતા હતાં. અમે નજીક આવ્યા હતાં. પછી અમારો પ્રેમ પાંગર્યો. વન નાઈટ સ્ટેન્ડ પણ કર્યું હતું.
બોબી-મુનાફના સંબંધમાં તિરાડ
બોબીએ જણાવ્યું કે, આ મુલાકાત બાદ બોબી અને મુનાફ વચ્ચે વાતચીત બંધ થઈ હતી. મેં ઘણીવખત મીડિયામાં તેના વિશે વાત કરી હતી. ત્યારબાદ અમારા સંબંધમાં તિરાડ આવી. મુનાફે મને કહ્યું કે, આપણા સંબંધોની જાહેરાતથી હું બદનામ થઈ જઈશ. અન્ય ક્રિકેટર્સ શું કહેશે. ઉલ્લેખનીય છે, સોશિયલ મીડિયા પર બોબીના આ દાવાની ચર્ચા થઈ રહી છે. તેમાં પણ વન નાઈટ સ્ટેન્ડની વાત વાઈરલ થઈ છે. જો કે, મુનાફ પટેલે આ મામલે હજી સુધી કોઈ પ્રતિક્રિયા કે સ્પષ્ટતા આપી નથી.