For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રોહિત શર્માના ભવિષ્ય પર આજે BCCI કરી શકે છે મોટી જાહેરાત

ટી20 ટીમમાં કોચ તરીકે કોઈ અન્યને જવાબદારી સોંપવામાં આવી શકે છે

Updated: Dec 21st, 2022

Article Content Image
Image : BCCI Twitter












અમદાવાદ, 21 ડિસેમ્બર 2022, બુધવાર

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના ભવિષ્ય પર આજે BCCI નિર્ણય લઈ શકે છે. BCCIની એપેક્સ કાઉન્સિલની મહત્વની બેઠક આજે યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ભારતીય ટીમને લઈને ઘણા મુદ્દાઓ પર ચર્ચા થવાના છે પરંતુ સૌથી મોટો નિર્ણય કેપ્ટનને લઈને આવી શકે છે. ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમનું પ્રદર્શન સારું રહ્યુ ન હતુ અને સેમીફાઈનલમાં હાર્યા બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. ભારતીય ટીમ 2007 બાદ T20 વર્લ્ડકપનો ખિતાબ જીતી શકી નથી. બેઠકમાં ટી20 ટીમના નવા કેપ્ટન સિવાય નવા કોચની નિમણૂક પર પણ નિર્ણય લેવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યાને નવો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. સિનિયર ખેલાડીઓના આરામ  દરમિયાન તેને ટીમની કમાન પણ સોંપવામાં આવી હતી.  આગામી 2024ના T20 વર્લ્ડકપ માટે ઘણા દિગ્ગજો પંડ્યાને કેપ્ટન બનાવવાની વાત કરી ચૂક્યા છે.

કેપ્ટનની સાથે કોચ પણ બદલાઈ શકે છે
કેપ્ટન સિવાય ટી20 ટીમને નવો કોચ પણ મળી શકે છે. BCCIના એક અધિકારીએ જણાવ્યું કે, આજે યોજાનારી બેઠકમાં ઘણા એજન્ડા છે. જો કે T20 વર્લ્ડ કપની સમીક્ષા તેમાં સામેલ નથી. પરંતુ જો સ્પીકર ઈચ્છે તો તેના પર ચર્ચા થઈ શકે છે. T20 વર્લ્ડકપમાં હજુ 2 વર્ષ બાકી છે અને આવતા વર્ષે ODI વર્લ્ડકપ પણ છે. આવી સ્થિતિમાં રોહિત સાથે અન્ય કેપ્ટન તૈયાર થઈ શકે છે. આ મીટીંગમાં નવા કેપ્ટનની સાથે નવા કોચની પણ વરણી થઈ શકે છે. ટીમ ઈન્ડિયાની સતત સ્પર્ધાને જોતા કોચ રાહુલ દ્રવિડ પર કામનો બોજ પણ ઓછો થઈ શકે છે અને ટી20 ટીમમાં કોચ તરીકે કોઈ અન્યને જવાબદારી સોંપવામાં આવી શકે છે. આગામી T20 સીરીઝના VVS લક્ષ્મણને આ જવાબદારી મળી શકે છે. ફુલ ટાઈમ કોચની જાહેરાત પછીથી થઈ શકે છે.

રોહિત શર્મા આગામી વર્ષમાં 36 વર્ષનો થશે
ટીમ ઈન્ડિયા હાલમાં બાંગ્લાદેશ સામે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ સીરીઝમાં રોહિત શર્મા ઈજાના કારણે રમી નથી શક્યો. હવે તે આગામી નવા વર્ષના એપ્રિલમાં 36 વર્ષનો થશે. ODI વર્લ્ડકપ ભારતમાં ઓક્ટોબર-નવેમ્બર 2023માં જ યોજાવાનો છે. આવી સ્થિતિમાં તેમનું સમગ્ર ધ્યાન આ વર્લ્ડકપ પર રહેશે. રોહિત શર્માની ઈજા ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે પણ માથાનો દુખાવો સમાન થઈ ગયુ છે. આગામી વનડે વર્લ્ડકપ સુધીમાં તેને ફીટનેસ પર વધુ ધ્યાન આપવું પડશે.

Gujarat