એશિયા કપ અંગે મોટા સમાચાર, BCCIના એક નિર્ણયથી બાંગ્લાદેશ-પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ટેન્શનમાં!
Images Sourse: IANS |
Asia Cup 2025: બાંગ્લાદેશના ઢાકામાં 24મી જુલાઈએ યોજાનારી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠક પર સંકટના વાદળ મંડરાઈ રહ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને અન્ય સદસ્ય બોર્ડે વ્યૂહનીતિ ચિંતાઓને કારણે આ બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
બીસીસીઆઈએ આ નિર્ણય કેમ લીધો?
અહેવાલ મુજબ, બીસીસીઆઈએ એસીસી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વડા મોહસીન નકવીને જાણ કરી છે કે, 'ઢાકામાં યોજાનારી બેઠકમાં બીસીસીઆઈ ભાગ લેશે નહીં.' નોંધનીય છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના હાલના તણાવપૂર્ણ રાજકીય સંબંધોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: VIDEO : શિવભક્તિમાં ડૂબ્યો હાર્દિક પંડ્યા, દીકરા અને ભત્રીજા સાથે કર્યા ભજન-કીર્તન
બીસીસીઆઈ ઉપરાંત શ્રીલંકા, ઓમાન અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ ઢાકામાં યોજાનારી બેઠક પર વાંધો ઊઠાવ્યો છે. વધતા વિરોધ છતાં એસીસી અને પીસીબીના વડા મોહસીન નકવી ઢાકામાં બેઠક યોજવા પર અડગ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્થળ બદલવાની અપીલ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.
પાંચ દિવસમાં બેઠક યોજાશે!
ACC અનુસાર, મુખ્ય સભ્ય બોર્ડની ભાગીદારી વગર ઢાકામાં યોજાનારી બેઠકમાં લેવાયેલા કોઈપણ નિર્ણયને અમાન્ય ગણી શકાય. ઢાકામાં બેઠક યોજવાના મોહસીન નકવીના આગ્રહને એશિયા કપના મામલામાં ભારત પર અયોગ્ય દબાણ લાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યું છે. હવે બેઠકમાં ફક્ત પાંચ દિવસ બાકી છે અને ACCએ સ્થળમાં કોઈ ફેરફાર અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.
એશિયા કપ વિજેતા ટીમ
1984: ભારતીય ટીમ
1986: શ્રીલંકા ટીમ
1988: ભારતીય ટીમ
1990-91: ભારત
1995: ભારત
1997: શ્રીલંકા ટીમ
2000: પાકિસ્તાન
2004: શ્રીલંકા ટીમ
2008: શ્રીલંકા ટીમ
2010: ભારતીય ટીમ
2012: પાકિસ્તાન
2014: શ્રીલંકા ટીમ
2016: ભારતીય ટીમ
2018: ભારતીય ટીમ
2022: શ્રીલંકા
2023: ભારતીય ટીમ